હનુમાનજીને કળીયુગના હાજરાહજૂર ભગવાન માનવામાં આવે છે. તેમના અનેક સ્થળો પર અલગ અલગ સ્વરૂપમાં મંદિરો બનાવવામાં આવ્યા છે. ત્યારે આજે અમે તમને બલવારીના હનુમાન મંદિરનપ ઈતિહાસ જણાવા જઈ રહ્યા છીએ. આ મંદિર ઈન્દોરથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર છે. બેટમા ધારથી અમઝેરા જવાના રસ્તે લગભગ ૩૭ કિલોમીટર દૂર છે. અહીં હનુમાનજીની લગભગ ૧૩ ફૂટ ઊંચી પ્રતિમા છે જે કોઈપણ ટેકા વગર ઊભી છે.
વર્ષ દરમિયાન આ મંદિરમાં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. સામાન્ય રીતે દરેક મંદિરની અંદર માથું નમાવીને ભગવાનના દર્શન કરવા પડે છે પરંતુ આ મંદિરની અંદર તમારે માથુ ઊચું કરીને જ હનુમાનજીના દર્શન કરવા પડશે અને તે સમયે એવું લાગે છે કે જાણે ભગવાન પોતે નમીને આશીર્વાદ આપી રહ્યા હોય. જાણે ભગવાન આપણને નમન કરવાનું શીખવી રહ્યા હોય. અહીં દરેક વ્યક્તિની તમામ મનોકામના પૂરી જાય છે અને તેના ઘણા પ્રત્યક્ષ પુરાવા પણ જણાવવામાં આવે છે.
મંદિરના ઇતિહાસમાં એક નજર કરીએ તો ગ્રામજનોએ અહિયાં ઘણી વખત છત નાખવાનો પ્રયાસ કર્યા પછી પણ છત અહીં ટકી નથી શકી. પછી વર્ષો બાદ જ્યારે ઈન્દોરના એક વેપારીને હનુમાનજી સપનામાં આવ્યા અને છત મૂકવાની વાત જણાવી અને વેપારી બલવારી હનુમાન મંદિરને શોધતો શોધતો આવ્યો અને હનુમાનજીના મંદિર પર છત મૂકી. ત્યારથી આજ સુધી આ છત ટકી રહેલી છે. હનુમાન જયંતીએ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે.
હનુમાન જયંતીના દિવસે સવારે ૭ વાગે આરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. એવું કહેવામાં આવે છે કે એક વખત કેટલીક મહિલાઓ ગ્રુપની સાથે ત્યાં દર્શન કરવા પહોંચી તો તેમાંથી એક મહિલાએ પોતાની દીકરીના લગ્નની મનોકામના પૂર્ણ કરવાની બાધા માની હતી અને તે ઘણા ઓછા સમયમાં જ પૂરી થઈ ગઈ. અહીં તેમના સાથીઓએ તેમને ભગવાનના અસંખ્ય ચમત્કારો વિશે જણાવ્યું.