Categories
જ્યોતિષશાસ્ત્ર

15 ઓક્ટોબર : આજે નુકશાનમાં રહેશો કે ફાયદામાં ? કેવો રહેશે આજનો તમારો દિવસ ? જુઓ

મેષ રાશિ

આજના દિવસે ચંદ્ર તમારા એકાદશી ભાવમાં બિરાજમાન થઈને તમને વિવિધ સ્ત્રોતોથી લાભ આપશે. આ રાશિના જાતકોને ભૂતકાળમાં કરેલા રોકાણોથી ફાયદો મળવાની શક્યતા છે. પારિવારિક જીવનમાં મોટા ભાઈ અને બહેનો સાથે તમારા સંબંધોમાં સુધારો આવશે.

વૃષભ રાશિ

આજે ચંદ્ર તમારા દશમા ઘરમાં બિરાજમાન થશે. સોમ્ય ગ્રહ ચંદ્રના દશમા ઘરમાં બિરાજમાન થવાથી કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. પિતાની સાથે પણ આ રાશિના લોકોના સંબંધો સુધરશે. આજના દિવસે તમને તમારા પિતા તરફથી કોઈ મહત્વની અને જરૂરી સલાહ મળી શકે છે.

મિથુન રાશિ

ચંદ્ર તમારા બીજા ઘરનો સ્વામી છે અને આજનો દિવસે તમારા નવમા ઘરમાં બિરાજમાન થશે. ચંદ્રની આ સ્થિતિ તમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોથી લાભ પ્રદાન કરશે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહેલાં આ રાશિના જાતકોને પણ ધાર્યા પરિણામો આજે મળી શકે છે.

કર્ક રાશિ

આજના દિવસે ચંદ્ર તમારા આઠમા ઘરમાં બિરાજમાન થશે. ચંદ્રની આ સ્થિતિ તમારા માટે બહુ ફાયદાકારક ન કહી શકાય. તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજના દિવસે મનમાં કોઈ અજાણ્યો ભય પણ ઘર કરી શકે છે. એટલા માટે યોગ અને ધ્યાન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સિંહ રાશિ

તમારા વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આજના દિવસે જોવા મળી શકે છે. તમારા સાતમા ઘરમાં ચંદ્રની સ્થિતિ તમારા જીવનસાથી માટે પણ સારી છે. જો તમારો જીવનસાથી નોકરીના વ્યવસાયમાં જોડાયેલો હોય તો આ દિવસે તેને કાર્યક્ષેત્રમાં કોઈ ભેટ અથવા પ્રશંસા મળી શકે છે.

કન્યા રાશિ

તમારા છઠ્ઠા ઘરમાં આજે ચંદ્ર ગ્રહ હાજર રહેશે. એટલા માટે આજના દિવસે એ લોકોથી બચીને રહેજો કે જે તમારી સામે તો તમારી પ્રશંસા કરે છે અને પીઠ પાછળ તમારી વિરૂદ્ધ ષડયંત્ર કરે છે. આજે તમારા મનોભાવ પર પણ કાબૂ રાખજો અને વાદ વિવાદની સ્થિતિમાં વધારે પ્રતિક્રિયા આપવાથી દૂર રહેજો.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓ કે જેઓ પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા છે તેઓને તેમના ગુરૂજનોનો સહયોગ મળશે. જેનાથી શિક્ષણ જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. પ્રેમમાં પડેલા આ રાશિના જાતકો તેમના લવમેટ સાથે વીકેન્ડ પર ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે

વૃશ્ચિક રાશિ

ચંદ્ર તમારા નવમા ઘરનો સ્વામી છે અને વર્તમાનમાં તમારા ચોથા ઘરમાં બિરાજમાન થશે. એટલા માટે આ રાશિના જાતકોને પરિવારની સાથે ધાર્મિક યાત્રા કરવાની તક મળી શકે છે. આ સિવાય આ રાશિના જાતકો નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકે છે.

ધનું રાશિ

આજના દિવસે તમારે ભાવનાઓમાં વહી જઈને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો પડશે. જો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારા જીવનસાથીની મદદથી તમે સાચા પરિણામ સુધી પહોંચી શકો છો. પારિવારિક જીવનમાં સારો સમય પસાર થશે.

મકર રાશિ

તમારા બીજા ઘરમાં ચંદ્રની સ્થિતિ તમારી વાણીમાં મીઠાશ લાવશે. આજના દિવસે તમે તમારા સમાજીક અને પારિવારિક જીવનમાં તમારી મીઠી વાતોથી લોકોનું દિલ જીતી શકશો. આની સાથે જ આ રાશિના જાતકોને પિતાની સંપતિથી પણ લાભ થશે.

કુંભ રાશિ

તમારા લગ્ન ભાવમાં ચંદ્રની સ્થિતિ હોવાના કારણે તમને માનસિક રીતે સ્થિરતાનો અનુભવ થશે. ભૂતકાળમાં જો કોઈ બાબતને લઈને ચિંતિત હતા તો આજના દિવસે તમને તેનું નિરાકરણ મળી શકશે. તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે ફિઝિકલ એક્ટિવિટીમાં ભાગ લઈ શકો છો.

મીન રાશિ

આજે ચંદ્ર તમારા દશમાં ભાવમાં હશે. એટલા માટે ખર્ચા પર લગામ રાખજો. આ રાશિના એ જાતકોને આજે લાભ પ્રાપ્ત થશે કે જે વિદેશી કંપનીઓમાં કામ કરી રહ્યા છે કે પછી વિદેશ સાથે સંકળાયેલો કોઈ વેપાર કરી રહ્યા હોય. આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી રહેલા આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *