જ્યોતિષ શાસ્ત્રની અંદર હાથની રેખાઓને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં હાથની રેખાઓ દ્વારા વ્યક્તિના ભવિષ્યને આંકી શકાય છે. હાથની રેખાઓથી જાણી શકાય છે કે કોનું ભવિષ્ય કેટલું ચમકશે અને કેટલી મુશ્કેલીઓનો તેને સામનો કરવો પડશે. આજે અમે તમને આ લેખ દ્વારા હાથની કેટલીક રેખાઓ વિષે જણાવીશું જેના થકી તમે પણ તમારું ભવિષ્ય જાણી શકો છો. ચાલો જાણીએ હાથની એ રેખાઓ વિષે જે તમારું ભવિષ્ય ચમકાવશે કે પછી તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
હસ્તરેખા શાસ્ત્રીના જણાવ્યા અનુસાર કોઇપણ વ્યક્તિના હાથની રેખાઓ તેના ભાગ્ય વિષે ઘણું બતાવે છે. હસ્તરેખા જાણકાર કહે છે કે રેખાઓ વાંચીને ભૂત કે ભવિષ્ય વિષયક ઘણી જાણકારી મેળવી શકાય છે. કોઇક લોકોના જીવનમાં પૈસાની તાણ રહે છે તો કોઇક વ્યક્તિના જીવનમાં લગ્ન બાદ અચાનક ઉન્નતી થવાં માંડે છે. આર્થિકરૂપે વ્યક્તિની સ્થિતિ સુધરવાં લાગે છે. હાથોમાં રહેલી આ રેખાઓ જોઇને કહી શકાય છે કે તેને વિવાહ બાદ તેની આર્થિક પ્રગતી થશે કે નહીં.
ભાગ્ય રેખા હથેળીની શરૂઆતથી શરૂ થઇ મધ્યમાની આંગળી સુધી જાય છે. અર્ધચંદ્રાકાર રેખાથી શરૂ થતી ભાગ્ય રેખા મધ્યમાની આંગળી સુધી જતી હોય તો તે રેખા અતિ શુભ માનવામાં આવે છે. જો કોઇની ભાગ્ય રેખા મણિબધ્ધ રેખા એટલે કે અર્ધચંદ્રાકાર રેખાથી નીકળીને સીધી શનિ પર્વત પર એટલે કે મધ્યમાં આંગળીનાં ઉપસેલા ભાગ સુધી પહોંચે છે તો તે પણ શુભ માનવામાં આવે છે. જે લોકોનાં હાથોમાં આવી રેખાઓ આવેલી છે તેને ઘણી જગ્યાઓથી ધનનો લાભ થાય છે.
અને તમારું ભાગ્ય વિવાહ બાદ વધુ ચમકવા માંડે છે. હસ્તરેખા શાસ્ત્રીઓ કહે છે કે જો કોઇની ભાગ્યરેખા ચંદ્રપર્વતથી નિકળે છે તો તેના લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ લગ્ન બાદ તેના ભાગ્યનાં દરવાજાઓ ખુલી જાય છે. તેના પાર્ટનર તેના માટે ખુબ લક્કી સાબિત થાય છે અને લગ્ન બાદ આલિશાન જીવન જીવે છે. તેમના જીવનમાં આગળ વધુ મુશ્કેલીઓ આવતી નથી. અને લોકોને પોતાના જીવનમાં આગળ વધવા માટે નવા ધંધા મળી રહે છે.