વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કઈ દિશામાં શૌચાલય હોવું જોઈએ ?

Uncategorized

આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રનો એક ખુબ જ મોટો વિષય રહેલો છે. જેમાં ઘરની નાનામાં નાની વસ્તુથી લઈને મોટી વસ્તુઓ સુધીની દરેકના વાસ્તુ નિયમો બતાવવામાં આવ્યા છે. આથી જયારે પણ તમે કોઈ વસ્તુ ખરીદો છો અથવા ઘર કે ઓફીસ બનાવતી વખતે તેની દિશા, ખુણાઓ વગેરે નું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરનું ટોઇલેટ ગમે તેવું સુંદર કેમ નાં હોય પણ જો વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તેનું નિર્માણ ન કરવામાં આવે તો તે નકારાત્મક ઉર્જાને વધારે છે. જયારે ખોટી રીતે બનેલ ટોઇલેટ તે ઘરના સદસ્યને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

ઉત્તર દિશા: ઘરની ઉત્તર દિશામાં બનેલ શૌચાલય રોજગાર સંબંધી પરેશાની પેદા કરે છે. આ દિશામાં બનેલ શૌચાલય માં રહેનાર લોકોને ધન કમાવવાના અવસર ઓછા મળે છે.

ઇશાન ખૂણો: આ દિશા ભગવાનની માનવામાં આવે છે. આથી શૌચાલય ના કારણે શારીરિક અને માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ દિશામાં બનેલ શૌચાલય પરિવારના સદસ્યની ઈમ્યુંનીટી નબળી કરે છે. આથી ઘરના સદસ્ય ને બીમારીઓ ઘેરી લે છે.

પૂર્વ દિશા : પૂર્વ દિશાનો સંબંધ સૂર્ય સાથે રહેલ છે. તેમજ તે સામાજિક સંબંધોની પણ દિશા માનવામાં આવે છે. એવામાં આ દિશામાં શૌચાલય હોવાથી તે સામાજિક સંબંધ ને ખરાબ કરે છે.

દક્ષિણ-પૂર્વ દિશા : એવું કહેવામાં આવે છે કે આ દિશામાં બનેલ શૌચાલય જીવનની મુશ્કેલીઓને વધારી દે છે. અને તેનાથી માંગલિક કાર્યોમાં અડચણ આવે છે. સાથે જ તેનાથી ધનનું આગમન પણ અટકી જાય છે.

દક્ષિણ દિશા : સુખ-સમૃદ્ધિ નું ક્ષેત્ર દક્ષિણ દિશામાં બનેલ ટોઇલેટ પરિવારના સદસ્ય માં તનાવ ને વધારી દે છે. આવા ઘરમાં રહેતા લોકોને માન સમ્માન અને પ્રતિષ્ઠા નથી મળતી.

પશ્ચિમ અથવા ઉત્તર દિશા : પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં શૌચાલય હોવાથી ધન સંબંધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઇ શકે છે. વાસ્તુ અનુસાર તેનાથી મહેનત કરવા છતાં ઈચ્છિત ફળ નથી મળતું.

શૌચાલય બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો: શૌચાલય માં બારી કે દરવાજો ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન હોવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ટોઇલેટ માં સિરેમિક ટાઈલ્સ નો ઉપયોગ કરવો જોઈએ. ફર્શ નો ઢાળ ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર હોવો જોઈએ. ટોઇલેટ ક્યારેય પણ રસોડા અથવા મંદિર ની સાથે જોડાયેલ ન હોવું જોઈએ. દાદરની નીચે ટોઇલેટ, રસોડું, પૂજાઘર અથવા સ્ટોર રૂમ ન બનાવવો જોઈએ. વાસ્તુની દ્રષ્ટીએ તેને અશુભ માનવામાં આવે છે.

એક જ ટોઇલેટ માં ક્યારેય પણ બે સીટ ન હોવી જોઈએ. સાથે જ બાથરૂમ અને ટોઇલેટ બંને અલગ અલગ બનેલ હોવા જોઈએ. આમ તમારે કોઈપણ ઘર લેતી વખતે થોડા વાસ્તુશાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. ઘરની સુખ શાંતિ માટે આ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું જરૂરી બની રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *