ગીરમાં આવેલા આ મહાદેવ તમારું તકદીર બદલી દેશે.સ્પર્શ કરી ૐ લખી શેર કરી દો.24 કલાકમાં શુભ સમાચાર મળશે

Uncategorized

મધ્ય ગીરમાં આવેલું અને વર્ષમાં માત્ર બેજ વાર દર્શન માટે ખુલતું પાતાળેશ્વર મહાદેવ મંદિર ભક્તોમાં ભારે આસ્થા ધરાવે છે. અહી દર્શન કરીને ભક્તોની માનતા પણ પૂરી થતી હોવાના પુરાવા આજે પણ જોવા મળે છે. જેને લઈને પાતાળેશ્વર મહાદેવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચુક્યું છે.પ્રાચીન કાળથી ગીર ગઢડા નજીક મધ્ય ગીરમાં આવેલા સ્વયંભૂ પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો અતિ પ્રસન થાય છે.

એક લોક વાયકા પ્રમાણે વરસો પહેલા અહીના જંગલમાં એક કોળી પરિવાર તેમના માલઢોર ચરાવી રહ્યો હતો તે દરમીયાન  જંગલમાંથી એક સિંહ યુગલે બળદને મારી નાખતા માલધારી ભારે હૈયે મહાદેવની સ્તુતિ કરવા માંડ્યો હતો.એક માલધારીની વેદના સાંભળીને ભગવાન મહાદેવ પાતાળમાંથી પ્રસન થયા અને માલધારીને તેના બળદની જોડી પરત આપી. ત્યારથી અહી પાતાળેશ્વર મહાદેવનું મહત્વ જોવા મળી રહ્યું છે.

આજથી ૮૦ વર્ષ પૂર્વે અહી મથુરાદાસ બાપુએ મહાદેવની પૂજા શરુ કરતા અહી લોકો દર્શનાર્થે આવતા થયા છે. આ જગ્યા મધ્ય ગીરના જંગલના વિસ્તારમાં આવતી હોવાને કારણે વર્ષમાં માત્ર બેજ વાર એક શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન આ મંદિર ખૂલું રહે છે. જેને કારને આ જગ્યા વિસેસ મહત્વ ધરાવે છે. પ્રાચીન કાળમાં પાંડવો પણ અહીંથી પસાર થયા હતા તેમને પણ અહી શિવની પૂજા કરી હોવાની લોક વાયકા છે.

ગીર ગઢડા નજીક ગીરના જંગલ વિસ્તારમાં આવેલું પાતાળેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા ધરાવે છે ગીર ગઢડાથી ૧૦ કિમીના અંતરે જંગલ વિસ્તારમાં સ્વયંભૂ પ્રગટેલા પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો ભારે શાંતિનો અનુભવ કરે છે. જંગલ વિસ્તારમાં આવેલું હોવાને કારને અહી પહોચવા માટે વિકટ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે અહી આવવા માટે વાહનનો સહારો અચૂક પણે લેવો પડે છે.

પાતાળેશ્વર મહાદેવનું મંદિર જંગલમાં હોવાને કારને અહી રોડ પર હિંસક પ્રાણીઓનો પણ સામનો કરવો પડે છે. તેમ છતાં હજુ સુધી કોઈ દર્શનાર્થીને ઇજા કે નુકસાન થવા પામ્યું નથી જેને ભક્તો પાતાળેશ્વર મહાદેવની કૃપા માને છે. વર્ષ દરમિયાન હજારો ભક્તો આ મંદિરની અંદર દર્શન કરવા માટે આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *