Categories
જ્યોતિષશાસ્ત્ર

કુંડળીમાં છે વાસ્તુદોષ તો તેને નિવારવા માટે કરો આટલું કામ

દરેક વ્યક્તિના જીવનમાં કોઈના કોઈ સમસ્યા હોય છે. પરંતુ જયારે વ્યક્તિના ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર સબંધિત કોઈ પણ ખામી હોય છે તો વ્યક્તિ તમામ બાજુએથી પરેશાન થતો હોય છે. આ સિવાય ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ સખત મહેનત કરે છે છતાં પણ જીવનમાં આગળ વધતો નથી. આજે અમે તમને વાસ્તુશાસ્ત્ર સબંધિત કેટલાક ઉપયો જણાવીશું જેને કરવાથી જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે.

૧: દરેક ઘરની અંદર વહેલી સવારે સાફ સફાઈ કરવામાં આવે છે આ સમયે હળદરને પાણીમાં ઓગાળીને સોપારીની મદદથી આખા ઘરમાં છાંટો તેનાથી પણ ઘરમાં લક્ષ્મીનો વાસ અને શાંતિ જળવાઈ રહે છે. તેવી જ રીતે ઘરની સફાઈ કર્યા પછી ગંગાજળનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે.

૨: દરેક ઘરની અંદર કોઈના કોઈ ધાર્મિક પુસ્તક રહેલું હોય છે. પરંતુ ઘણી વખત ધાર્મિક પુસ્તક ખોટી દિશામાં મુકવામાં આવે તો વસ્તુ દોષનું કારણ બને છે. આ માટે વાસ્તુ અનુસાર ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો હંમેશા પશ્ચિમ તરફ રાખવા જોઈએ. પલંગની અંદર કે ગાદલા કે ઓશીકાની નીચે ધાર્મિક પુસ્તકો અન્ય કોઈ દિશામાં રાખવું શુભ નથી.

૩: ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે ઘરના મંદિરમાં નિયમિત ઘીનો દીવો પ્રગટાવવો અને ઘંટ વગાડવો જોઈએ. આ સાથેજ ઘરમાં શંખ રાખીને શંખનાદ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે. તેમજ ભગવાનને ચઢાવવામાં આવતા ફૂલ અને ફૂલહાર બીજે દિવસે દુર કરી દેવા જોઈએ.

૪: ઘરની અંદર સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતી સાવરણી ઘરના દરવાજાથી દુર રાખવી જોઈએ. કારણે સાવરણીને વારંવાર પગ અડાડવામાં આવે તો આ ધનના વિનાશનું કારણ બને છે. આ સાથેજ સાવરણી ઉપર કોઈ ભારે વસ્તુ ન મૂકવી.

૫: રાત્રે સુવાની ખોટી સ્થિતિ પણ વાસ્તુદોષનું કારણ બને છે. આથી જો ઘરનો કોઈ સદસ્ય વાસ્તુ દોષને કારણે રાત્રે સૂઈ શકતો નથી અથવા સ્વભાવમાં ચીડિયા છે તો તેને દક્ષિણ તરફ માથું રાખીને સૂવો. તેનાથી તેનો સ્વભાવ બદલાશે અને અનિદ્રાની સ્થિતિમાં પણ સુધારો થશે.

૬: દરેક ઘરની અંદર કચરાના નિકાલ માટે કચરાપેટી આવેલી હોય છે. પરંતુ ઘરના ઉત્તર પૂર્વમાં ક્યારેય કચરો એકઠો ન થવા દો અથવા ભારે સામાન અને મશીનરી અહીં ન રાખો. તમારા પરિવારની પ્રગતિ માટે ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ અશોકના(આસોપાલવ) વૃક્ષો લગાવો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *