29 મે : આજે આ 5 રાશિ પર રહેશે મહાદેવની કૃપા.આવક થશે ચારગણી

Uncategorized

મેષ રાશિ

આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટને સરકાર તરફથી ફાયદો થઇ શકે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બાબતો પર ચર્ચા થઇ શકે છે. ઓફિસના કામથી પ્રવાસ થઇ શકે. આપ વધારે પડતા કામમાં વ્યસ્ત રહેશો. કૌટુંબિક બાબતોમાં રસ લઇને પરિવારજનો સાથે ચર્ચા વિચારણા કરશો.

વૃષભ રાશિ

વિદેશ જવા માંગતા હોય તેમના માટે વધુ તકો ઉભી થશે. વિદેશમાં વસતા મિત્રો અને સગા-સંબંધીઓ પાસેથી સારા સમાચાર મેળવી શકશો. વેપાર ધંધામાં પણ આર્થિક લાભ થઇ શકશે. આપ નવા કાર્યો અને નવા આયોજનો હાથ ધરો તેવી શક્યતા છે. આપ લાંબો પ્રવાસ કરો તેવા યોગ જણાઇ રહ્યા છે.

મિથુન રાશિ

આજના દિવસે દરેક રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ટાળવાની સલાહ છે. આપના મનમાં ક્રોધની લાગણી હોય તો દૂર કરીને શાંતિથી કામ લેવું. બીમાર વ્યક્તિએ નવી દવાની શરૂઆત કે ઓપરેશન આજે ટાળવાની સલાહ છે. ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી તૈયારી રાખવી.

કર્ક રાશિ

વૈભવી મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓથી આજે આપ ખૂબ પ્રસન્ન રહેશો. વિજાતીય આકર્ષણ વધારે રહે અને વિજાતીય વ્યક્તિઓ સાથેની મુલાકાત મનને રોમાંચિત કરશે. મોજશોખના સાધનો, નવાં વસ્ત્રો, આભૂષણો, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાંપત્ય સુખ મળે. વ્યવસાય ક્ષેત્રે આપને લાભ થાય. આરોગ્ય સારું રહેશે.

સિંહ રાશિ

આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનાર હશે. ઘરમાં પરિવારના સભ્યો સાથે આજે સંભાળીને વર્તવું. જેથી સંઘર્ષ ટાળી શકાય. રોજિંદા કામોમાં પણ કંઇક નડતર આવ્યા કરે જેના કારણે કામો વિલંબથી થાય. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં. આજે વધુ પરિશ્રમ કર્યા બાદ પણ ફળ ધાર્યા મુજબ ન મળો તો પણ મન પર ના લેવાની સલાહ છે.

કન્યા રાશિ

આજના દિવસે આપને વાટાઘાટો અને ચર્ચાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આકસ્િમક ધન ખર્ચની શક્યતા છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં વિલંબ થઈ શકે છે અથવા એકાગ્રતાની ફરિયાદ થઈ શકે છે. પ્રિયજન સાથેની મુલાકાતથી આનંદ થાય. પેટની તકલીફો હોય તેમણે સાચવવું. શેર સટ્ટાથી સાવધાન રહેવું.

તુલા રાશિ

આપના માટે આ શુભ સમય પૂરવાર થશે. સંવેદનશીલતાથી આપનું મન આર્દ્ર બને. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી ઓછી રહે. માનસિક બેચેની થોડી પરેશાનીમાં વધારો કરી શકે છે. ઘરમાં કલેશ ટાળવા માટે સૌહાર્દ જાળવવા પર વધુ ભાર મુકવો. ધન-કીર્તિને સંભાળવાની સલાહ છે.

વૃશ્ચિક રાશિ

નવા કાર્યની શરૂઆત માટે આજે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. સમગ્ર દિવસ દરમ્‍યાન ચિત્તની પ્રસન્નતા નોઅનુભવ કરો. ભાઇભાંડુઓ સાથે ઘરની બાબતમાં અગત્યની ચર્ચા કરો અને આનંદપૂર્વક સમય પસાર થાય. આર્થિક લાભ થવાનો યોગ છે. મિત્રો સાથે મુલાકાત થાય. કાર્ય સફળતા મળે. ટૂંકી મુસાફરી થવાના યોગ છે.

ધન રાશિ

આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે. આપના મનમાં કોઇપણ નિર્ણય અંગે અસમંજસ પેદા થાય. જેથી કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકો નહીં. મનની વ્યગ્રતા દૂર કરવા કામની સાથે મોજશોખ અથવા મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાના પ્રસંગો ટાળવા માટે વર્તનમાં વિનમ્રતા કેળવવી પડશે.

મકર રાશિ

આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડે. ઓફિસમાં અને વ્યવસાયમાં આપનું વર્ચસ્વ વધે. ઉપરી અધિકારીઓ આપના કામથી ખુશ રહે. નોકરીમાં બઢતી મળવાની પણ શક્યતા છે. ગૃહસ્થ જીવનમાં આનંદનું વાતાવરણ રહે. આજે દેહપીડા થવાની સંભાવના હોવાથી પડવા વાગવાથી સંભાળવું.

કુંભ રાશિ

આપે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, પરિવારજનો સાથે મનદુઃખની કોઈપણ સ્થિતિ ટાળવાની સલાહ છે. કોઇની સાથે મતભેદ કે ચડભડ થાય તો પણ તમારે સમાધાનકારી નીતિ રાખવી અને વહેલી તકે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. આજે ગુસ્સા પર અંકુશ રાખવો હિતાવહ છે. બીજા લોકોનું ભલું કરવા જતા પોતાનું નુકસાન ન થઇ જાય તેનું ધ્યાન રાખશો. અકસ્માતથી સંભાળીને રહેવાની સલાહ છે.

મીન રાશિ

આજે આપ કુટુંબ અને સામાજિક બાબતોમાં વધારે પ્રવૃત્ત રહેશો. મિત્રોથી મુલાકાત અને લાભ મળે તો મિત્રો પાછળ નાણા ખર્ચવા પણ પડશે. સુંદર સ્થળે પ્રવાસ પર્યટનની શક્યતા ઉભી થાય. નોકરી, વ્યવસાય, કૌટુંબિક આર્થિક એમ દરેક ક્ષેત્રમાં આજે લાભ થવાનો દિવસ છે. સ્ત્રી મિત્રોની મુલાકાત થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *