Categories
ધાર્મિક

150 વર્ષ જૂના સ્તંભેશ્વર મહાદેવને સ્પર્શ કરવાથી જીવનના તમામ દુખ દૂર થાય છે.બધી મનોકામના પણ પૂરી થશે.ભક્તો દૂરથી અહી આવે છે દર્શન માટે

તમે અનેકવાર ભગવાન શિવના એવા મંદિરમાં ગયા હશો જ્યાં તેમની એક મૂર્તિ સ્થાપિત છે અને શ્રદ્ધાળુ તેમની સાચા દિલથી પૂજા કરે છે. પરંતુ તમે ક્યારેય એવું મંદિર જોયું છે જ્યાં ભગવાન શિવ દિવસમાં ૨ વાર દર્શન આપે છે અને પછી મંદિર જળમગ્ન થઈ જાય છે. જો તમે આવું મંદિર નથી જોયું તો તમે તેના દર્શન કરવાનો પ્લાન કરી શકો છો. આ મંદિર ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લગભગ ૧૭૫ કિમી દૂર જંબુસરના કવિ કંબોઈ ગામમાં છે.

આ મંદિર ૧૫૦ વર્ષ જૂનું છે જે અરબ સાગર અને ખંભાતની ખાડીથી ઘેરાયેલું છે. આ મંદિરનો મહિમા જોવા માટે તમે અહીં સવારથી લઈને રાત સુધી રોકાઓ તે જરૂરી છે.શિવપુરાણના અનુસાર તાડકાસુર નામના અસુરે ભગવાન શિવને પોતાની તપસ્યાથી ખુશ કર્યા હતા. તેના બદલામાં શિવે તેમને ઈચ્છાનુસાર વરદાન આપ્યું. વરદાન એ હતું કે તે અસુરને શિવપુત્ર સિવાય કોઈ મારી શકશે નહીં અને પુત્રની ઉંમર પણ ૬ દિવસની હોવી જોઈએ.

વરદાન મળ્યા બાદ તાડકાસુરે બધી તરફ લોકોને પરેશાન કરવાનું અને તેમને મારવાનું શરૂ કર્યું. આ બધું જોઈને દેવતાઓ અને ઋષિ મુનીઓએ શિવજીને તેનો વધ કરવાની પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના સાંભળીને શ્વેત પર્વત કુંડથી ૬ દિવસના કાર્તિકેયે જન્મ લીધો. અસુરનો વધ કાર્તિકેયે કર્યો પણ શિવભક્તની જાણકારી મળ્યા બાદ તેને વધારે દુઃખ થયું. કાર્તિકેયને જ્યારે એ વાતનો અહેસાસ થયો તો ભગવાન વિષ્ણુએ તેમને પ્રાયશ્ચિત કરવાનો અવસર આપ્યો.

વિષ્ણુ ભગવાને તેમને સૂચન કર્યું કે જ્યાં તેઓએ અસુરનો વધ કર્યો છે ત્યાં શિવલિંગની સ્થાપના કરો. આ રીતે આ મંદિરને બાદમાં સ્તંભેશ્વરના નામે ઓળખવામાં આવ્યું. ભારતમાં સમુદ્રની અંદર અનેક તીર્થ સ્થળ છે પણ તેમાં એવું કોઈ મંદિર નથી જે પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. પરંતુ સ્તંભેશ્વર મહાદેવ મંદિર એક એવું છે જે દિવસમાં ૨ વાર સમુદ્રમાં સમાઈ જાય છે. આ કારણે આ મંદિર અનોખું છે.

તેની પાછળનું કારણ પ્રાકૃતિક છે, આખા દિવસમાં સમુદ્રનું સ્તર વધે છે જે મંદિર સંપૂર્ણ રીતે ડૂબી જાય છે અને પછી પાણીનું સ્તર ઓછું થયા બાદ તે મંદિર ફરીથી જોવા મળે છે. આવું સવાર અને સાંજ ૨ વાર થાય છે અને સાથે લોકો દ્વારા તેને શિવનો અભિષેક માનવામાં આવે છે. કંબોઈ વડોદરાથી ૭૮ કિમીના અંતરે છે. તમે ટ્રેન અને બસથી પણ વડોદરા પહોંચી શકો છો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *