Categories
ધાર્મિક

નાગદેવતા તમારું બદલી શકે છે તકદીર,વિશ્વાસ ન આવતો હોય તો સ્પર્શ કરી લ્યો અને શેર કરી દો.તમારું ભાગ્ય આવતા 24 કલાકમાં ખૂલી જશે.

હિન્દુ ધર્મમાં લોકો આખું વર્ષ કોઈને કોઈ તહેવારો ઉજવતા રહે છે. આ તહેવારો માંનો એક તહેવાર છે “નાગપંચમી” નો તહેવાર. જે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે. આ દિવસે ભગવાન શિવજીની પૂજાની સાથે-સાથે નાગદેવતાની પૂજાનું પણ મહત્વ છે. તમને જણાવી દઈએ કે નાગપંચમી દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજાની સાથે નાગદેવતાની પૂજા કરવાથી કાલસર્પ દોષનો દૂર કરી શકાય છે.

માન્યતાઓ મુજબ, હિન્દુ ધર્મમાં નાગપંચમીના દિવસે અનંત, વાસુકી, શેષ પદ્મ, કંબલ, અશ્વતર, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલીયા અને પીંગલ નામના ૧૨ નાગદેવતા ઓનું સ્મરણ કરતા પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી, ભય તત્કાલ દૂર થઇ જાય છે. અને જેની કુંડળીમાં સર્પ દોષ હોય છે તેમનો પ્રભાવ ઓછો થઈ જાય છે. નાગદેવતાના મંત્ર “ૐ કુરુ કુલ્યે હં ફટ્ સ્વાહા” નો જાપ ખુબજ લાભદાયક માનવામાં આવે છે.

જો તમારી કુંડળીમાં રાહુ ગ્રહ અને કેતુ ગ્રહ પોતાની નીચ રાશિમાં બિરાજમાન છે. તો તમારે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા અવશ્ય કરવી જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી કુંડળીમાં રાહુ અને કેતુ ગ્રહનો દોષ દૂર થઈ જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે નાગ પંચમીના દિવસે શુ ઉપાય કરીને સર્પ દોષ માંથી મુક્તિ મેળવી શકાય અને ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. નાગ પંચમીના દિવસે ચાંદીના નાગ-નાગણીની જોડ બનાવીને શંકર ભગવાનના મંદિરમાં અથવા નાગદેવતાના મંદિરમાં ચઢાવવાથી કુંડળી માંથી સર્પ દોષ દૂર થાય છે, સાથે જ ધનનો લાભ મળે છે.

નાગપંચમીના દિવસે ચાંદીના નાગ-નાગણી અને સ્વસ્તિકનું પૂજન કરવું. નાગ-નાગણીના જોડાને દૂધ ચડાવવું અને સ્વસ્તિક પર બિલીપત્ર ચડાવી, ૐ નાગેન્દ્રહરાય નમઃ” મંત્રનો જાપ કરવો. અભિમંત્રિત નાગ-નાગિનના જોડને ભગવાન શિવને ચડાવી દેવા અને સ્વસ્તિકને ગળામાં ધારણ કરવું. આવું કરવાથી ભયમાંથી મુક્તિ મળી જાય છે. જે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુ ગ્રહની મહાદશાને કારણે બનેલા હોય અને કામ બગડી રહ્યા હોય તેમણે આ નાગપંચમી પર ચાંદીના અથવા પંચધાતુના નાગ-નાગણીની જોડ શિવલિંગ પર ચડાવવી જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *