Categories
જ્યોતિષશાસ્ત્ર

ગરીબી દૂર કરવાના આ રહ્યા ઉપાયો

ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર સનાતન ધર્મને ટકાવી રાખવા માટે અનેક અવતારો ધારણ કર્યા છે. આ સાથેજ તેમને પોતાના દરેક અવતારની અંદર મનુષ્યને કઈક નવું શીખવ્યું છે. એમાંથી એક અવતાર ભગવાન કૃષ્ણનો હતો જેને પૂર્ણ પુરુષોતમ અવતાર માનવામાં આવે છે. પહેલાના સમયમાં સાધુ સંતોએ ભગવાનનના ઉપદેશોને લેખિત રૂપ આપ્યું છે જેની સાબિતી અને પુરાવાઓ આજે પણ છે. તે લેખોમાંથી અમે આજે તમારા માટે ૫ ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી ઘરની ગરીબી દુર કરી શકાય છે.

ઘી નો દીવો પ્રગટાવો

ઘણા લાંબા સમયથી હિંદુ ધર્મની અડનાર દીવો કરવાની પરંપરા ચાલી રહી છે. જ્યાં અમુક લોકો સાંજના સમયે દીવો પ્રગટાવવો યોગ્ય માને છે તો અમુક લોકો સવારના સમયને શુભ માને છે.જો કે હિન્દૂ ધર્મના અનુસાર વ્યક્તિને સવાર-સાંજ બંને સમયે ઘી નો દીવો કરવો જોઈએ જેનાથી ઘરમાં નિર્ધનતા નથી આવતી.

પાણી આપવું

હિંદુ ધર્મના દરેક ધાર્મિક ગ્રંથમાં ભૂખ્યાને ભોજન અને પ્યાસાને પાણી આપવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણી ઘરે આવે તો સૌથી પહેલા તેને પાણી આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે કોઈ તરસ્યાની દુવા સૌથી વધારે શક્તિશાળી હોય છે માટે ઘરે આવેલા મહેમાનોને પાણી આપો અને તેનો આશીર્વાદ પ્રાપ્ત કરો.

મધ

એવું કહેવામાં આવે છે મધ ભગવાન વિષ્ણુને પ્રિય છે આથી ઘરમાં મધ હોવુજ જોઈએ. તેને ઘરની સૌથી સ્વચ્છ જગ્યા પર રાખો. મધ પુરા ઘરમાં સકારાત્મકતાનો પ્રભાવ લઈને આવે છે. આ સિવાય તે ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કરે છે.

પવિત્ર તિલક

તિલક મગજને શાંત અને સ્થિર રાખે છે. જ્યોતિષવાદીઓના અનુસાર વ્યક્તિએ પોતાની રાશિ કે જન્મ કુંડળીના અનુસાર સિંદૂર, ચંદન વગેરેનું તિલક લગાવવું જોઈએ. તમે વિશેષજ્ઞોની મદદ લઈને પોતાના માટે ઊત્તમ તિલકની જાણકારી મેળવી શકો છો. જે ઘરમાંથી ગરીબી દૂર કરવા માટે તમારી મદદ કરશે.

માં સરસ્વતીની વીણા

મોટાભાગે વીણાને ઘરમાં સજાવટના સામાન સ્વરૂપે રાખવામાં આવે છે, પણ ખુબ ઓછા લોકોને એ જાણ હશે કે ઘરમાં વીણા રાખવાથી પોતાના કોઈપણ પ્રોજેક્ટને સમય પર પુરા કરવામાં મદદ મળે છે. તમારા દરેક આર્થિક કામ વીણાની હાજરીને લીધે કામિયાબ થઇ જાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *