Categories
ધાર્મિક

કમાખ્યા દેવીને ટચ કરી ૐ લખવાથી ભાગ્યના દરવાજા ખૂલી જાય છે.બધી મનોકામના પૂરી થાય છે.ભક્તો અહી દૂર દૂરથી માનતા લઈને આવે છે.

કામાખ્યા શક્તિપીઠ ૫૧ શક્તિપીઠો માંથી એક ખૂબ જ પ્રસિધ્ધ અને ચમત્કારી શક્તિ પીઠ છે. આ શક્તિ પીઠને દેવીનું મંદિર અને અઘોરી અને તાંત્રિક માટેનો ગઢ માનવામાં આવે છે. ભારતના અસમની રાજધાની ગુવાહાટી રેલવે સ્ટેશનથી આશરે ૧૦ કિલોમીટરના અંતરે આવેલ છે. આ મંદિરે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવી પહોંચે છે.આ તીર્થધામ વિશે જોડાયેલ છે કેટલીયે જાણી-અજાણી વાતો જે જાણીને આપને આશ્ચર્ય થશે.

આ મંદિર એક પહાડ પર બન્યું અને તેનું તાંત્રિક મહત્વ પણ છે. આ મંદિરમાં એક કુંડ બનેલ છે જે હંમેશા ફૂલોથી ઢંકાયેલો રહે છે.  ચમત્કારોથી ભરેલ આ મંદિરમાં દેવી યૌનીની પૂજા થાય છે. આ મંદિર સાથે બીજી ઘણી એવી રોચક વાતો જોડાયેલ છે. આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માન્યતા અનુસાર આ શક્તિપીઠનું નામ કામખ્યા એટલા માટે પડ્યું  કારણકે આ જગ્યા પર ભગવાન શિવનું મા સતી પ્રત્યેનું મોહ ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાને તેમના ચક્રથી માતા સતીના ૫૧ ભાગ કર્યા હતા અને જ્યાં એમના ભાગ પડ્યા ત્યાં એક શક્તિ પીઠ બનાવવામાં આવ્યું છે.

આ જગ્યા પર માતા લક્ષ્મીની યૌની પડી હતી એટલા માટે ત્યાં એમની પૂજા કરવાં આવે છે. આ શક્તિપીઠ ઘણું નામચીન અને શક્તિશાળી પીઠ છે. ત્યાં આખું વર્ષ લોકોનો મેળવળો રહે છે પણ ખાસ કરીને દુર્ગા પૂજા, વસંતી પૂજા જેવી અનેક પૂજાઉ અનેરું મહત્વ છે. ખાસ કરીને ત્યાં દર મહિને અંબુવાચીનો મેળો ભરાય છે. એ મેળા સમયે મંદીર પાસે આવેલ બ્રહ્મપુત્ર નદીનું પાણી લાલ થઈ જાય છે. કહેવાય છે કે આ લાલ પાણી દેવીના માસિક ધર્મને કારણે થાય છે. એ ત્રણ દિવસ ત્યાં લોકોની ભીડ ઘણી ઉમટી રહે છે.

જો કે આ ત્રણ દિવસ મંદિરની અંદર સફેદ કપડું પણ પાથરવામાં આવે છે અને મંદિર ના દરવાજા બંધ કરવામાં આવે છે. ત્રણ દિવસ પછી જ્યારે દરવાજા ખૂલે છે ત્યારે એ સફેદ કપડું લાલ રંગનું થઈ ગયું હોય છે. આ કાપડને અંબુવાચી વસ્ત્ર કહેવામાં આવે છે. ત્યાં આવેલ ભક્તોને તે પ્રસાદી રૂપે આપવામાં આવે છે. આ મંદિર તાંત્રિક સિદ્ધિ માટે આ સારું સ્થાન છે. જેના ગર્ભગૃહમાં ફક્ત યોનિના આકારનો પથ્થર છે અને તેને દેવીનું યોનિરૂપ મહામુદ્રા કહેવામાં આવે છે. આ મંદિર દરેક મહિનાનાં 3 દિવસ માટે બંધ રહે છે.

મંદિરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જમીનથી લગભગ ૨૦ ફીટ નીચે એક ગુફામાં સ્થિત છે. અહીંયા બલી ચઢાવવાની પણ પ્રથા છે. એ માટે માછલી બકરી કબૂતર અને ભેંસોની સાથે દૂધી કોળું જેવા ફળ વાળા શાકભાજીની બલી પણ આપવામાં આવે છે. પોષ મહિનામાં અહીંયા ભગવાન કામેશ્વર અને દેવી કામેશ્વરીની વચ્ચે પ્રતીકારત્મક લગ્નના રૂપમાં પૂજા કરવામાં આવે છે.આ શક્તિપીઠમાં જે લોકો સાચા મનથી એમની ઈચ્છા લઈને આવે છે એમની દરેક ઈચ્છા કામાખ્યા દેવી પૂરી કરે છે.  સાથે જ કાલી અને ત્રિપુર દેવી પછી કામાખ્યા માતા તાંત્રિકોની સુથી મહત્વપૂર્ણ દેવી છે.

આ સાથે જ એવું માનવામાં આવે છે કે એ જગ્યા પર તાંત્રિકની ખરાબ શક્તિઓ પણ દૂર થાય છે. જો કે ત્યાં તાંત્રિક એમની શક્તિઓ સમજી વિચારીને વાપરે છે. ત્યાંનાં સાધુ અને તાંત્રિક ચમત્કાર કરવા માટે સક્ષમ છે. કામાખ્યા મંદિર ત્રણ હિસ્સાઓમાં બનેલ છે. પહેલો હિસ્સો સૌથી મોટો છે જ્યાં દરેક વ્યક્તિને જવા નથી દેતા. એમ જ બીજા હિસ્સામાં માતાના દર્શન થાય છે જ્યાંથી દર સમયે પાણી વહેતું રહે છે. એ જગ્યા મહિનામાં ત્રણ દિવસ સુધી બંધ રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *