ગુજરાત રાજ્યની અંદર અનેક મંદિરો આવેલા છે જે પોતાના ચમત્કારોથી દેશ વિદેશમાં જાણીતા બન્યા છે. ત્યારે આવુજ એક મંદિર જે ઉગતા પોરની મેલડીમાતાના મંદિર તરીકે જાણીતું બન્યું છે. આજે અમે તમને આ મંદિરના ઈતિહાસ વિષે જણાવીશું. એક કાવડ નામના ગામમાં કલીયો કાપડી વસવાટ કરતો હતો તે ઊગતાંપોરની મેલડી માંના ભુવાજી હતા.તેઓ બાળપણથી જ કુંવારા હતા તેમની શ્રદ્ધા અપરંપાર હતી સમય વીતતા કાલિયાની ઉંમર થઈ તેઓ વૃદ્ધ અવસ્થાએ પહોંચ્યા તેઓ ૮૦ વર્ષના થઈ ગયા હતા.
ત્યારે એક દિવસ કલિયાને વિચાર આવ્યો મારા ગયા પછી મારી માંની સેવા પૂજા કોણ કરશે. એક દિવસ કલીયો માની ચૂંદડી અને ત્રિશુલ લઈને ચાલી નિકરે છે ત્યારે એક ગામમાં એક રબારી બકરા ચરાવતો જોવા મળે છે ત્યારે બંને ભેગા થાય છે.અને તેને મેલડી માનો મોહ લાગે છે અને કહેવા લાગ્યો હું જીવીશ ત્યાં સુધી મેલડી માતાની પૂજા કરીશ ત્યારે કાલીયાને મેલડી આપવાની સામે તેમની કાલી બકરી માંગી સામે અને તે રબારીએ આપી પણ દીધી.
ત્યારે કાલીયા દાદા દૂર ઉભા રહીને ત્રિશુલ અને ચૂંદડી છૂટું મૂક્યું ત્યારે તે રબારીના હાથમાં જઈને પડ્યા ત્યારે તેમને ઘરે જઈને તેમના પત્નીને કહેશે કે હું બકરીના સામે આ ચૂંદડી લાવ્યો છું તો તે ઝગડો કરશે.તેથી ગામની નજીક રબારીએ રાયણના ઝાડમાં ચૂંદડી અને ત્રિશુલ સંતાડી દીધું અને બકરાને ઘરે જઈને વાળામાં પુરી દીધા. ત્યારે તેમની પત્ની વાળામાં બકરા દોવા માટે આવે છે.તો તેને ક્યાંય બકરી જોવા મળી નથી તો તેને કાબરી બકરી વિષે પૂછ્યું તો રબારીએ કહ્યું બાજુના ગામમાં બકરા ભેગી જતી રહી હશે તેવું બાનું બતાવ્યું અને તેને કાલે હું શોધી લઈશ તેવું કહ્યું.
ત્યારે માતાને વિચાર આવ્યો કે હું ક્યાં સુધી અહીંયા બેસી રહીશ રબારી બીકમાં મને નહિ લઈ જાય.ત્યારે પત્નીના સપનામાં મેલડી માતા આવ્યા અને કહ્યું મને તારો પતિ મને કાબરી બકરીની સામે લાવ્યો છે પણ તેને તારી બીકમાં મને રાયણના ઝાડમાં સંતાડી છે. સવારે મને તમારા ગામમાં લઈ જાઓ હું તમારું નામ અમર કરી નાખીશ ત્યારે સવારે બધાને વાત કરી ને મેલડીને ઘરે તેરી લાવ્યા.ત્યારે થોડાક સમય પછી રબારી બીમાર પડ્યા અને મરણ પથારીએ હતા.
ત્યારે તેમને તેમની પત્ની જોડે એક વચન માંગ્યું અને કહ્યું મારા મરી ગયા પછી તું બીજા લગ્નના કરતી અને તું મારી માં મેલડીની સેવા કરજે ત્યારે તે મૃત્યુ થયા પછી તેમની પત્ની માની સેવા કરતી હતી.અને માતાજીએ પરચો આપીને રબારીની દરેક મુશ્કેલી દૂર કરી હતી તેથી જ કેવાય છે ઉગતા પોરની મેલડીમાં સાક્ષાત છે.