મંગળવાર અને શનિવારનો દિવસ રામભક્ત હનુમાનના ભક્તો માટે વિશેષ માનવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ દિવસે મહાબલી બજરંગબલીની પૂજા કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે. આ દિવસે જો તમે કોઇક ઉપાય અપનાવો છો તો જીવનની તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો. આજે અમે તમને કેટલાક ઉપાય જણાવવાના છીએ, જેને તમે મંગળવાર અને શનિવારના દિવસે કરો છો તો હનુમાનજી ને પ્રસન્ના કરી શકો છો.
કહેવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. મંગળવાર અને શનિવારે હનુમાનજીને ભગવાન રામનું નામ લઇને કોઇ પણ ચીજ અર્પિત કરશો તો હનુમાનજી તમારાથી પ્રસન્ન રહેશે. મંગળવાર અને શનિવારે બજરંગબલીને કેસરિયા સિંદૂર ઘી ની સાથે અર્પિત કરો. આવું કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે. જો તમે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઇ રહ્યા છો તો રામ નામનો જાપ જરૂરથી કરો.
આવું કરવાથી હનુમાનજી આવનારું સંકટ દૂર કરી દેશે. મંગળવાર અને શનિવારે વ્રત રાખો અને નિર્ધનને ભોજન કરાવો, આવું કરવાથી હનુમાનજીની કૃપાથી ધન અને અનાજની ખોટ ક્યારેય રહેશે નહીં. મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. આવું કરવાથી બજરંગબલીની કૃપા દ્રષ્ટિ બની રહેશે. મંગળવારે અને શનિવારે રામ રક્ષા સ્ત્રોત પાઠ કરો અને હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચઢાવો. આવું કરવાથી તમામ સમસ્યાઓનું નિવારણ થશે.
ॐ दक्षिणमुखाय पच्चमुख हनुमते करालबदनाय મંગળવારે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના મનમાંથી ભય દૂર થાય છે. આ મંત્રનો જાપ વ્યક્તિને ભૂત, અવરોધો અને અન્ય નકારાત્મક શક્તિઓથી બચાવે છે. બજરંગબલીના આ મંત્રને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો જાપ ઓછામાં ઓછો ૨૧ વખત કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની અંદર ઉત્સાહ અને સકારાત્મક શક્તિઓ આવે છે.