Categories
ધાર્મિક

સ્વસ્તિકને સ્પર્શ કરતાં જ જીવનમાં ચમત્કાર થશે.દિવાળી પહેલા બધી મનોકામના થશે પૂર્ણ.વિશ્વાસ ન આવતો હોય તો સ્પર્શ કરી ૐ લખી શેર કરી દો

સાથિયોએ પ્રાચિનકાળથી જ માનવે નિર્માણ કરેલું અર્થપૂર્ણ ધાર્મિક ભાવનાનું, શાશ્વત માંગલ્યનું પ્રતિક ગણાય તેવું કહેવામાં અતિશ્યોક્તિ નથી. આ ભાવ ગર્ભિત ધર્મનું વિશ્વવ્યાપી પ્રતીક છે.સમાજનું ઘરનું કલ્યાણ થાય, મંગળ થાય. સુખ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સેંકડો ઋષિઓએ સમાજનું માંગલ્ય થાય તે માટે તેમણે તેજસ્વી વિચાર પરંપરા નિર્માણ કરી. આવા માંગલિક જીવનનો ભાવ વ્યકત કરવા તેમણે પ્રતિક આપ્યું એ પ્રતિક એટલે સાથિયો અથવા સ્વસ્તિક.

તેથી આપણે ત્યાં એવો એકેય માંગલિક પ્રસંગ લગ્ન હોય કે શારદાપૂજન- લક્ષ્મીપૂજન હોય. નવજાત શિશુનો છઠ્ઠીનો દિવસ હોય કે ઉંબરા પૂજન હોય. બધે કુમકુમના સ્વસ્તિક કે સાથિયો દોરવામાં આવે છે. આ મંગળભાવની નિશાની છે. સ્વસ્તિક પાછળની વૈદિક ધારણા:સ્વસ્તિકમાં મૂળ ધાતુ સુ+ અસ્ છે. સુ એટલે સારૂં, માંગલિક, કલ્યાણકારી અને અસ્ર એટલે હોય. અસ્તિત્વ, સત્તા વિગેરે. સ્વસ્તિક એટલે કલ્યાણની સ્થાપનાની મંગલમય ભાવનાનું પ્રતિક.

સ્વસ્તિ ઉપરથી સ્વસ્તિક થયું તે માટે નો દરેક શુભકાર્યમાં ભદ્રસૂક્તનો અતિપ્રયલિ મંત્ર પ્રથમ બોલાય છે.અપારશક્તિ કીર્તિવાળા ઇન્દ્રિભગવાન અમારૂં કલ્યાણ કરો, સર્વવ્યાપિ છો એવા પોષણ કરનારા સુર્ય ભગવાન અમારૂં કલ્યાણ કરો. વિષ્ણુ ભગવાનનું વાહન ગરૂડ અમારૂં કલ્યાણ કરો- રક્ષા કરો, ગુરૂ બૃહસ્પતિ અમારૂં રક્ષણ કરો.’આવા ચારચરણોનો આ મંત્ર ચારેય દેવો પાસેથી કલ્યાણની માંગણી કરતો આ પ્રાર્થનાનો મંત્ર છે.

આ મંત્રમાં જીવની જીવન યાત્રાનું દર્શન છે. અને એ કલ્યાણકારી બને એ ભાવના પણ છે. સમગ્ર ચાર પ્રકારની જીવસૃષ્ટિનાં કલ્યાણ માટેની આ પ્રાર્થના છે.સ્વસ્તિક- સાથિયાની ચાર ભૂજા છે. ચાર રેખાઓ છે. ચારેય રેખાઓ એકત્રિ થાય છે તે તેનું મધ્યબિંદુ છે. તેને આભુ કહે છે. એટલેકે તે અમૂર્ત સત્ તત્વ છે. આ ચારેય ભૂજાઓ લીટીઓ ચારેય દિશાઓ જેમકે ઉભી લીટી (।) ઉત્તર અને દક્ષિણનું પ્રતિક જ્યારે આડીલીટી (-) એટલે પૂર્વ અને પશ્ચિમ આ ચારેય દિશાઓ એકત્ર કરીયે તો (+) નું ચિહ્ન થાય છે.

ચારેય દિશાએ શુભ અને કલ્યાણકારી બને તેનું માંગલ્ય ચિહ્ન સ્વસ્તિક કે સાથિયાનું ચિહ્ન ગણાય છે. તેનું મધ્યબિંદુ એ વિષ્ણુ ભગવાનનું નાભિકમળ-સ્થાન ગણાય છે. આ ઉપરથી એમ પણ અનુમાન કરવામાં આવે છે કે સ્વસ્તિક- સાથિયો સર્જનનું પણ પ્રતિક છે. દુનિયાનાં દરેક દેશોમાં- ધર્મોમાં આ ચિહ્ન સામાન્ય છે. કારણકે તે ચારેય દિશાઓનો સંકેત આપે છે. અને શક્તિના સ્ત્રોતનો પણ શુભસંદેશ આપે છે.

જૈન ધર્મોમાં એટલે કે પાલી ભાષામાં તેને  ‘સાક્ષી’ નામથી સંબોધિત કરવામાં આવ્યો છે તેને ‘સાક્ષિયો કર્મ’ એટલે કે પ્રત્યેક શુભ અને મંગળ કાર્યોમાં તે સાક્ષી તરીકે ઉપસ્થિત રહે છે. બૌદ્ધ ધર્મમાં પણ સ્વસ્તિકનું મહત્વ છે. સ્વસ્તિક- સાથિયો તે સર્જનનું પ્રતિક પણ માનવામાં આવે છે. ક્રોંસ પણ સ્વસ્તિકનું પ્રતિક મનાય છે.સ્વસ્તિક- સાથિયોએ પ્રાચિનકાળથી જ માનવે નિર્માણ કરેલું અર્થપૂર્ણ ધાર્મિક ભાવનાનું, શાશ્વત માંગલ્યનું પ્રતિક ગણાય તેવું કહેવામાં અતિશ્યોક્તિ નથી. આ ભાવ ગર્ભિત ધર્મનું વિશ્વવ્યાપી પ્રતીક છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *