Categories
જ્યોતિષશાસ્ત્ર

ધનતેરસ પર બની રહ્યા છે બે યોગ.ધન અને વૈભવમાં થશે ચાર ગણો વધારો.

ગણતરીના દિવસો બાદ દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે ધનતેરસ પર આ વખતે તેવો યોગ બની રહ્યો છે, જેનાથી લોકોને બે દિવસ સુધી ભગવાન ધનવંતરીના આશીર્વાદ મળશે. કારણ કે આ વખતે શનિવારે ૨૨ ઓક્ટોબરની સાંજે ૬ કલાકથી કારતક આસો વદ તેરસ તિથિ લાગી રહી છે જેને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે યમદીપ પણ પેટાવવામાં આવે છે. આસો વદ તેરસની તિથિ ૨૩ ઓક્ટોબરે સાંજે ૬ વાગ્યા ૩ મિનિટ સુધી રહેશે.આ વખતે લોકોને ખરીદી કરવા માટે ૨ દિવસ મળશે તેથી ધનતેરસને લોકોને બમણો લાભ અપાવનારી માનવામાં આવી રહી છે. જે ધન સંપત્તિના મામલે પણ બમણો લાભ કરાવી શકે છે.

ધનતેરસ પર તિથિઓની મૂંઝવણના કારણે જેઓ ધનતેરસનું વ્રત રાખે છે અથવા પ્રદોષ વ્રતનું પાલન કરે છે, તેમણે ૨૩મી ઓક્ટોબરના રોજ ઉપવાસ કરવો જોઈએ. કારણ કે ૨૩મી સાંજે પ્રદોષ કાળમાં તિથિ પ્રબળ થશે. ૨૩ ઓક્ટોબરે સાંજે આસો વદ તેરસ હોવાથી આ દિવસે ધનત્રયોદશી અને પ્રદોષ વ્રત કરવાનું પણ યોગ્ય રહેશે.ધનતેરસ પર શનિ માર્ગી થઈ રહ્યા છે, તેનાથી કેટલીક રાશિઓના જીવનમાં ધન-સમૃદ્ધિ આવશે.

જેમાં મેષ, સિંહ, તુલા, વૃશ્ચિક તેમજ મીન રાશિનો સમાવેશ થાય છે. આ દિવસે આ રાશિના જીવનમાં શુભ પરિવર્તન પણ આવશે. આ સિવાય આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. પૌરાણિક કથા પ્રમાણે, સમૃદ્ર મંથન ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ધનવંતરી વિષ્ણુના જ અવતાર છે. ધનતેરસનો તહેવાર ભગવાન ધનવંતરીના પ્રગટ થવાની યાદમાં ઉજવવામાં આવે છે.

૨૩ ઓક્ટોબરે સાંજે ધનતેરસની પૂજા માટેનું શુભ મુહૂર્ત ૫ કલાકથી ૬ કલાક ૫ મિનિટ સુધીનું રહેશે. પ્રદોષ કાળ સમય ૨૩ ઓક્ટોબરે સાંજે ૫.૪૪ કલાકથી ૯.૧૬ મિનિટ સુધી અને વૃષભ કાળનો સમય સાંજે ૬.૫૮ મિનિટથી ૮.૫૪ મિનિટ સુધી રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *