Categories
Astrology

આજનું રાશિફળ 12 ઓક્ટોબર 2022: ગણેશજીની કૃપાથી કેવો રહેશે તમારો આજનો દિવસ જાણી લો

મેષ રાશિ

ગણેશજી કહે છે કે, આજે તમારું ધારેલું કામ થઇ શકે છે. આજના શુભ સમય માં ઈચ્છાઓ પુરી થવાની સંભાવના છે. આજે તમને તમારા પ્રિયજનો તેમજ પરિવાર ના સભ્યો નો પૂરો સહયોગ મળી રહેશે. રોકાયેલી મૂડી પરત મળશે.

વૃષભ રાશિ

ગણેશજી કહે છે કે, નાણાકીય લાભ થશે, પરંતુ ખર્ચ ને કારણે ઉદાસ રેહશો. કોઈપણ અધૂરા કામ પણ આજે પૂરા થઈ શકે છે. સાંજથી રાત સુધી શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે. રાત્રે કોઈ આધ્યાત્મિક સભામાં જવાની તક મળશે.

મિથુન રાશિ

ગણેશજી કહે છે કે, આજે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. દુશ્મનોનું મનોબળ ઘટશે. શ્રેષ્ઠ માર્ગોથી પર્યાપ્ત આવક થશે. પરંતુ ખર્ચ આવકના પ્રમાણમાં વધુ રહેશે. પરિવન ના સભ્યો સાથે ધાર્મિક કાર્ય માં જોડાશો.

કર્ક રાશિ

ગણેશજી કહે છે કે, વ્યવસાયમાં સાથીઓ સાથે સંકલનના અભાવે તમે અસ્વસ્થતા અનુભવો છો. દુશ્મન તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે, સાવચેત રહો. આ સિવાય કફના લીધે શારીરિક પીડા થવાની સંભાવના રહેશે.

સિંહ રાશિ

ગણેશજી કહે છે કે, વેપારીઓ અને ભાગીદારો તરફથી પણ વ્યવસાયમાં સારું વાતાવરણ રહેશે. સાંજથી રાત સુધી નજીકમાં મુસાફરી થવાની સંભાવના છે. બિનજરૂરી વિવાદોથી આજે દૂર રહો. આર્થિક વ્યવહારમાં સાવચેત રહેવું.

કન્યા રાશિ

ગણેશ જી કહે છે, આજે તમને દરેક જગ્યાએ અને ચારેય બાજુ વિજય પ્રાપ્ત થશે. આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. સંતાનો તરફથી પણ જે ચિંતાઓ રહી હતી તે આજે ઉકેલાશે તેવી અપેક્ષા છે.  રાત્રે કોઈ આધ્યાત્મિક સભામાં જવાની તક મળશે.

તુલા રાશિ

ગણેશજી કહે છે કે, સાંજથી મોડી રાત સુધી તમને પરિવારના સભ્યો સાથે મુસાફરીનો આનંદ મળશે. તમારી ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. આજે તમને શુભ પરિણામ મળી શકે છે. જો તમે નોકરી કરો છો તો આજે તમારા કામ અને અધિકારોમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ

ગણેશજી કહે છે, તમને બાળક તરફથી ચિંતા થઈ શકે છે. બાળકની શારીરિક પીડાને કારણે તમે પરેશાન થશો. નાણાકીય લાભ થશે, પરંતુ લાભ કરતાં વધારે ખર્ચને કારણે ઉદાસ રહેશો. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું, નહીં તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

ધન રાશિ

ગણેશજી કહે છે, વેપારીઓ  તરફથી પણ વ્યવસાયમાં સારું વાતાવરણ રહેશે. શુભ ખર્ચ સાથે તમારી ખ્યાતિ વધશે. કોઈપણ અધૂરા કામ પણ આજે પૂરા થઈ શકે છે.તમને પ્રિયજનોનું ઇચ્છિત સુખ અને ટેકો મળશે.

મકર રાશિ

ગણેશજી કહે છે, કોઈ પણ વાત ને લઈને આજે માનસિક તેમજ વ્યક્તિગત ત્રાસ રેહશે. પરિવાર ને લઈને ચિંતા અનુભવશે. જુના મિત્રો ને મળવાનો ચાન્સ મળશે. કઈ પણ કાર્ય કરતા પેહલા પરિવાર ના વડીલ ની સલાહ અવસ્ય લેવી. આર્થિક વ્યવહારમાં સાવચેત રહેવું.

કુંભ રાશિ

ગણેશજી કહે છે, આજે ઘરમાં સારી વસ્તુ માં ખર્ચ થશે, ધંધામાં લાભની સ્થિતિ સારી રહેશે. ભાગીદારો તરફથી પણ વ્યવસાયમાં સારું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં નફો મળશે અને તમારી પત્નીના સંપૂર્ણ સહકારથી તમારું મનોબળ વધશે.

મીન રાશિ

દિવસ થોડો વ્યસ્ત રહેશે, તેમ છતાં તમે કાર્યથી સંતુષ્ટ થશો. સારી ગુણવત્તાવાળા લોકો સાથે વધતા જોડાણને લીધે અધિકારીઓ તમારી તરફેણમાં રહેશે. જો તમારા પૈસા ક્યાંક અટક્યા છે તો તે મળવાની સંભાવના રહેશે.સાંજથી મોડી રાત સુધી અચાનક મહેમાનોના આગમનને કારણે ખર્ચ વધુ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *