પહેલાના જમાનાની અંદર માટીના ઘડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ અત્યારના આધુનિક યુગમાં માટીના ઘડાની જગ્યા વોટર ફિલ્ટર અને ફ્રીજે લઇ લીધી છે. અત્યારના સમયની અંદર માટીના વાસનો ફક્ત ગામડાની અંદર જોવા મળે છે. ઘણા લોકો પોતાની શાનને જાળવી રાખવા માટે ઘરમાં માટીના ઘડાને રાખતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે ઘરમાં માટીનો ઘડો રાખવો ખુબજ શુભ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્રમાં અનુસાર કે તમારે ઘરમાં ઓછામાં ઓછું એક માટીનું વાસણ રાખવું જ જોઇએ. પછી ભલે તમે નાનો ઘડો અથવા જગ લાવો. હવે ધ્યાનમાં રાખો કે તમારે આ માટીના વાસણને ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. ઉલટાનું, હંમેશાં તેને પાણીથી ભરેલું જ રહેવા દો. આમ કરવાથી તમને જીવનમાં અનેક ફાયદાઓ થાય છે અને જીવનની ઘણી તકલીફો ઓછી થઇ જાય છે.
ધનની કમી નહીં થાય: વાસ્તુ શાસ્ત્ર મુજબ માટીના વાસણ ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓ જાતે જ દૂર થઇ જાય છે. માંદગીથી માંડીને ગરીબી સુધી, આ માટીનો ઘડોથી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં માટીનો ઘડો હોય ત્યાં ઘરમાં પૈસા અને ખોરાકની અછત થતી નથી.
આ દિશામાં રાખવો શુભ રહેશે: જ્યારે પણ તમે માટીનો ઘડો ઘરે રાખો ત્યારે તેને હંમેશાં ઉત્તર દિશામાં રાખો. આ દિશામાં માટીનો વાસણ રાખવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેનું કારણ એ છે કે આ દિશા જળ દેવતાની દિશા છે.
માનસિક બિમારી દૂર થાય છે: જો તમારા ઘરનો કોઈ માનસિક રીતે બીમાર અથવા તાણગ્રસ્ત છે, તો પછી તેમને માટીના વાસણથી દરરોજ છોડને પાણી આપવાનું કહો. આ તેના મગજમાં શાંતિ લાવશે.
તમે માટીની આ વસ્તુઓ પણ રાખી શકો છો: માટીના વાસણ સિવાય માટીની બનેલી ભગવાનની મૂર્તિ પણ ઘરમાં રાખી શકાય છે. તેનાથી ઘરમાં પૈસા આવે છે. વળી, ઘરમા કોઈ જગડા થતા નથી.ભગવાનની મૂર્તિ ઉપરાંત માટીના બનેલા નાના સુશોભન કરેલા માટીના ઘડા પણ ઘરમાં રાખી શકાય છે. તેનાથી પરિવારના સભ્યોમાં મધુરતા રહે છે.
માટીના ઘડા પાસે એક દીવો કરવો: ઘરમાં તમે જ્યાં માટીનો ઘડો રાખો છો તેની નજીક હંમેશા તેલનો દીવો સળગાવો. તેનાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ આવતી નથી. અન્નપૂર્ણા, અન્નની માતા દેવી પણ ખુશ થાય છે.