ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે કરો આ ઉપાય.લક્ષ્મીજીનો થશે વાસ

Uncategorized

જેમ ફૂલોની સુગંધથી મન પ્રફુલ્લિત થઇ જય છે એમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને પણ સુગંધિત રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આ સાથેજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. ઘરમાં સુગંધ જાળવી રાખવા માટે અનેક ઉપાયો છે. જેમાં એર ફ્રેશનરનો ઉપયોગ કરવાથી ઘરને સુગંધિત રાખી શકાય છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિષે જણાવીશું જેનો ઉપયોગ કરવાથી ઘરને સુગંધિત રાખી શકાય છે.

ધૂપ અને અગરબત્તી શુભનું પ્રતીક છે. અગરબત્તી અને ધૂપ વડે દેવી-દેવતાઓની પૂજા કરવા ઉપરાંત ઘરને સુગંધિત પણ બનાવી શકાય છે. આ માટે સવાર-સાંજ આખા ઘરમાં સારી સુગંધિત અગરબત્તી કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહેશે અને ઘરનું વાતાવરણ સારું રહેશે. તેવી જ રીતે તમે આખા ઘરમાં લોબાનથી ધૂપ પણ કરી શકો છો. લોબાનના ધુમાડાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જાઓનો નાશ થાય છે. જેના કારણે ઘરમાં દેવી-દેવતાઓનો વાસ રહે છે.

ઘરમાં કુદરતી સુગંધ માટે તાજા ફૂલોનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે તમે કાચના વાસણમાં ગુલાબની પાંખડીઓ નાખીને ઘરમાં રાખી શકો છો. તેનાથી ઘરમાં સારી સુગંધ તો રહેશે જ સાથે જ પરિવારના સભ્યો પણ પોતાના વિશે સકારાત્મક અનુભવ કરશે. ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. સુગંધિત ફૂલોની સુવાસથી ઘરમાં સકારાત્મક ઉર્જા વસે છે જેથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે ઘરમાં સમૃદ્ધિ બની રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ચંદનનો ઉપયોગ ઘરને સુગંધિત કરવા માટે શુભ હોય છે. ચંદનના ઉપયોગથી ઘરમાં સકારાત્મકતા આવે છે. ચંદનની સુગંધ મનને શાંતિ આપે છે. એ જ રીતે કપૂર અને લવિંગનો ઉપયોગ પણ ઘરને સુગંધિત બનાવી શકે છે. આ સાથેજ ઘણી ચીજ વસ્તુઓ થકી તમે ઘરને સુવાસિત બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *