Categories
ધાર્મિક

દક્ષિણાવર્તી શંખને ટચ કરો.ૐ લખી શેર કરો.તમારી મનોકામના થશે પૂર્ણ

પૂજામાં શંખ વગાડવાની પ્રથા યુગો યુગોથી ચાલી આવે છે. દેશના ઘણા ભાગોમાં લોકો પૂજાખંડમાં શંખ રાખે છે અને તેને નિયમિત રીતે વગાડે છે. આવી સ્થિતિમાં મનમાં ઉત્સુકતા જાગે તે સ્વાભાવિક છે કે શંખ માત્ર પૂજામાં જ ઉપયોગી છે કે પછી તેના કોઈ સીધા ફાયદા છે. વાસ્તવમાં સનાતન ધર્મની આવી ઘણી બાબતો છે, જે ફક્ત આધ્યાત્મિક જ નહીં, પણ બીજી ઘણી રીતે પણ ફાયદાકારક છે. શંખ રાખવા, વગાડવા અને તેના પાણીનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. ઘણા ફાયદા સીધા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. ચાલો જાણીએ શંખ વગાડવાથી થતા સ્વાસ્થ્ય સબંધિત ફાયદાઓ.

એસિડિટી દૂર થશે: ફેફસા આપણા શરીરનું મહત્વનું અંગ છે. પ્રતિદિવસે શંખ ફૂંકવાથી ગળા અને ફેફસાના રોગથી દૂર રહી શકાય છે. પેટમાં દર્દ રહેતું હોય, આંતરડામાં સોજો હોય કે કોઈ ઈજા થઈ હોય તો દક્ષિણાવર્તી શંખમાં રાત્રે જળ ભરીને રાખો અને સવારે ઉઠીને ખાલી પેટે તે જળની પી જવું. પેટના તમામ રોગ તેનાથી દૂર થઈ જશે. આંખોના રોગમાં પણ મુક્તિ મળશે.

બીમારી દૂર થાય છે: સ્વાસ્થયમાં ફાયદાકારક શંખ શંખનાદથી સકારાત્મક ઉર્જાનું સર્જન થાય છે. જેનાથી આત્મબળમાં વધારો થાય છે. શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસની ભરપૂર માત્રા હોય છે. ગૌરક્ષા સંહિતા, વિશ્વામિત્ર સંહિતા, પુલસ્ત્ય સંહિતા વગેરે ગ્રંથોમાં દક્ષિણાવર્તી શંખને આયુર્વેદક અને સમૃદ્ધિ આપનારું ગણાવાયું છે.

ફેફસાના રોગોથી બચી શકશો: શંખ વગાડવાથી ચહેરા, શ્વસન તંત્ર, શ્રવણ તંત્ર અને ફેફસાની કસરત થાય છે. એટલુ જ નહિ, કાલસર્પ યોગમાં પણ તે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. શંખ વગાડવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. તેનાથી મસલ્સ સ્ટ્રેચિંગની પણ કસરત થાય છે. જેનાથી ફાઈન લાઈન્સ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *