Categories
ધાર્મિક

કરવા ચોથ કરવાના ફાયદા.પત્ની પતિની લાંબી આયુ માટે કરે છે આ વ્રત,પત્નીને તેના વળતરમાં મળે છે………..

પતિનાં દીર્ઘાયુષ્ય માટે આ વ્રત સુહાગણ સ્ત્રીઓ કરે છે. કરવા ચોથ શબ્દનો અર્થ કરવા એટલે માટીનું વાસણ અને ચોથ એટલે ચતુર્થી છે. આ તહેવારમાં માટીનાં વાસણનો મહિમા ખૂબ છે. બધી સુહાગણ સ્ત્રીઓ આ દિવસની રાહ જુએે છે. શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પૂજન કરે છે. પોતાનાં જીવનસાથીની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. કરવા ચોથની સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સરગી ખાવાની હોય છે. જે સાસુ અથવા મા સમાન વડીલ વહુ અથવા દીકરીને આપે છે.

સવારે વહેલા નારીને પરવારી પાણીથી ભરેલો લોટો અથવા ઘઉંથી ભરેલો લોટો લાલ સ્થાપન ઉપર મૂકવામાં આવે છે. પૂજનમાં દીવાલ અથવા કાગળ ઉપર ચંદ્રમા અને તેની નીચે શિવ અને કાર્તિકેયની પ્રતિમા બનાવવામાં આવે છે. તેનાં ઉપર કંકુ, ચોખા, અબીલ, ગુલાલ ફૂલ, અત્તર દ્વારા પૂજા કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ નિર્જળા વ્રત રાખે છે. આખા દિવસની કઠિન તપશ્ચર્યા પછી આ વ્રત સંપૂર્ણ ત્યારે થાય છે કે જ્યારે ચંદ્ર આકાશમાં ઊગે છે.

રાત્રે ચંદ્રમાનાં દર્શન બાદ ચંદ્રની પૂજા કરી કંકુ, ચોખા, દીવો કરી જળ અર્પણ કર્યા બાદ વિવાહિત સ્ત્રીઓ પતિના હાથે પાણી ગ્રહણ કરે છે. ત્યાર બાદ આ વ્રત સંપૂર્ણ થાય છે. ત્યાર બાદ સ્ત્રીઓ ભોજન ગ્રહણ કરે છે. જ્યારે પણ કોઈ વિવાહિત સ્ત્રી આ વ્રત કરે છે ત્યારે તેને આજીવન આ વ્રત કરવું પડે છે. પરંતુ આ વ્રતનાં પાલન માટે દરેક ઉંમરમાં નિર્જળા રહેવું જ એ જરૂરી નથી. પોતાની શારીરિક અવસ્થા અનુસાર એકવાર જો ઉજવણું કરી નાખે તો ત્યારબાદ તે ફળ, પાણી અને કોઈપણ એક વસ્તુ ગ્રહણ કરીને વ્રત કરી શકે છે.

જ્યારે પણ આ વ્રત કરવામાં આવે છે. ત્યારે આ વ્રત સંપૂર્ણ કરતાં પહેલાં કથા સાંભળવામાં આવે છે. આ વ્રતનાં મૂળિયાં તો મહાભારત કાળથી જ રોપાયેલાં છે. અર્જુન નીલગિરિ પર્વત ઉપર સાધના કરવા ગયા ત્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણનાં કહેવાથી આ વ્રત અર્જુનની સલામતી માટે કર્યું હતું. આ ઉપરાંત બીજી

કરવા ચોથની લોકકથા: એક નગરમાં એક શાહુકાર રહેતો હતો. એને સાત દીકરા હતા અને એક દીકરી હતી. કારતક મહિનામાં જ્યારે વદ પક્ષની ચતુર્થી આવી તો શાહુકારના પરિવારની મહિલાઓએ પણ “કરવા ચોથ”નું વ્રત રાખ્યું. જ્યારે રાત્રે શાહુકારની દીકરીને એટલે કે બહેનને પણ ભોજન કરવાનું કહ્યું. ભાઈઓ દ્વારા અપાયેલા આમંત્રણને પગલે બહેને આજે વ્રત હોવાનું કહ્યું, કે મારે ચંદ્રદર્શન કર્યા પછી જ પૂજાવિધિ સંપન્ન કરીને ભોજન કરવાનું છે.

ભાઈઓથી બહેનનો મુરઝાયેલો ચહેરો જોઈ શકાયો નહીં. ભાઈઓએ બહેનને ભોજન કરાવવા માટે પ્રયત્ન કર્યો. ઘરની બહાર જઈ અગ્નિ પ્રગટાવી. એ પ્રકાશ બતાવી કહ્યું કે, જો બહેન ચંદ્ર ઊગ્યો છે. તો પાણી ચઢાવી પૂજા કરી ભોજન કરી લો. બહેને ભાભીને પણ ચંદ્ર ઊગ્યો હોવાનું જણાવ્યું અને પૂજા કરવાનું કહ્યું પણ ભાભીઓ આ યુક્તિ જાણતી હતી. તેથી તેમણે બહેનને પણ સમજાવી અને વિશ્વાસ ન કરવાનું કહ્યું, પરંતુ બહેને ભાભીની વાત પર વિશ્વાસ ન કરતાં પૂજન પૂરું કરીને ભોજન ગ્રહણ કરી લીધું. આમ, થવાથી વ્રત અધૂરું રહ્યું. ગણેશજી નારાજ થઈ ગયાં.

ત્યાર બાદ તેના પતિ બીમાર થઈ ગયા. ઘરનો બધો પૈસો બીમારીમાં ખર્ચ થઈ ગયો. તો બહુ જ દુઃખ થયું. અને તેને અધૂરા વ્રતની ખબર પડતાં પોતાની ભૂખ ઉપર પશ્ચત્તાપ થયો. ત્યારે સંકલ્પ લઈ ફરીથી વિધિ-વિધાન સહિત પૂજન કર્યું. અને ગણેશજીની આરાધના કરી. આ વખતે તેનાં વ્રતની શ્રદ્ધા ભક્તિ જોઈને ભગવાન ગણેશ તેની ઉપર પ્રસન્ન થયા અને પતિને જીવતદાન આપ્યું. સ્વસ્થ રહેવાનું વરદાન આપ્યું અને ગુમાવેલા ધન સંપત્તિ પાછા મેળવવા માટે આશીર્વાદ આપ્યા.

આમ, શ્રદ્ધા ભક્તિથી જે ગણેશજીનું પૂજન કરે છે અને આ વ્રત કરે છે તે બધી જ સાંસારિક મુશ્કેલીમાંથી મુકત થઈ પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન પસાર કરે છે. ગણેશનું માથું ચંદ્રલોકમાં હોવાથી આ દિવસે ચંદ્રદર્શન અને અર્ધ્યનું ખૂબ મહત્ત્વ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *