Categories
Dharmik

કાહવાના ગોગા મહારાજ આજે પણ પરચા આપે છે, તેમના દર્શન થી જ જીવનની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આપણે જાણીયે છીએ કે આપણા દેશમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, દેશના બધા જ મંદિરોમાં અલગ અલગ રહસ્યો છુપાયેલા જોવા મળતા હોય છે, આથી બધા જ મંદિરોમાં શ્રદ્ધારુઓ દર્શન કરવા માટે જતા હોય છે અને ભગવાન બધા જ શ્રદ્ધારુઓની મનોકામના પૂર્ણ કરતા હોય છે. તેવું જ આ મંદિર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાહવા ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે. તેમજ એના પછી કાહવા માં ગોગા મહારાજના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

કાહવા ગામમાં લાલા બાપા અને દેવરાજ બંને ભાઈઓ હતા અને એક દિવસ તેમના ભાઈ દેવરાજ નું અવસાન થઇ ગયું તો લાલા બાપા એકલા પડી ગયા અને કહેવા લાગ્યા ગોગા મહારાજ હું તમારી સેવા કરું કે મારા પરિવારનું દયાન રાખું. તે પછી ગોગા મહારાજ બાળનાથ જોગી બનીને લાલા બાપા સામે આવ્યા.

લાલ બાપા ને ગોગા મહારાજ એ કહ્યું કે બેટા તું ગભરાઈ નહિ તું મારાં પર વિશ્વાસ રાખજે કાહવા ગામને અમર બનાવી દઈશ. આથી ગોગા મહારાજ તેમના મંદિરમા અનેક પરચા પૂરતા હોય છે અને અહીંના લોકોનું એવું કહેવું છે કે નાગપાંચમના દિવસે આ ગોગા મહારાજના મંદિરમાં મેળો ભરાય છે.અને ગોગા મહારાજ આ બધા ભક્તોના દુઃખોને દૂર કરીને તેમની બધી જ મનોકામના પૂર્ણ કરતા હોય છે.

નાગપાંચમના દિવસે આ ગોગા મહારાજના મંદિરમાં મેળો ભરાય છે.આ કાહવા ગામમાં નાગપાંચમના દિવસે ગોગા મહારાજના મંદિરમાં દેશ વિદેશ માંથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *