પુષ્ય નક્ષત્રને નક્ષત્રોના અધિપતિ તરીકે ઓળખવામાં આવે છે.પુષ્યનો અર્થ છે પોષણ કરવું.પુષ્ય નક્ષત્ર ખૂબ શક્તિશાળી નક્ષત્ર છે.જેને સુખ અને સમૃદ્ધિ તેમજ સૌભાગ્ય આપનાર માનવામાં આવે છે.
ક્યારથી છે પુષ્ય નક્ષત્ર યોગ
18 ઓક્ટોબર 2022 મંગળવારની રોજ સવારે 4:30 વાગેથી શરૂ થશે જે 19 ઓક્ટોબર સવારે 7:11 ક્લાક સુધી બિરાજમાન રહેશે.આ દિવસે ખૂબ જ મહત્વનો શુભ યોગ બની રહ્યો છે.આ દિવસે પુષ્ય નક્ષત્રમાં શુક્ર અને સૂર્ય બને તુલા રાશિમાં બેસસે.હાલમાં બુધાદિત્ય યોગ પણ સર્જાયો છે.જે ખૂબ જ શુભ ફળ આપનાર છે.આ શુભ યોગ બનવાને પરિણામે આ રાશીઓને તેનો ભરપૂર લાભ થશે.
આ શુભ યોગને લીધે કન્યા અને મકર રાશિના લોકોને ખૂબ લાભ થશે.ધંધા અને કેરિયરમાં ખૂબ મોટી સફળતા મળશે.અચાનક લાભ થવાની સંભાવના છે.ઉધાર આપેલા પૈસા પણ પાછા આવશે.નવી નોકરી મળી શકે છે.મકર રાશિના જાતકોને આ શુભ યોગનો ખૂબ મોટો લાભ મળશે.તેમણે નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
આ શુભ યોગ દરમિયાન કન્યા અને મકર રાશિના જાતકો સંપતિમાં રોકાણ કરી શકે છે.આવકમાં બમણો વધારો થશે.