મેષ રાશિ
આ સમયે તમારા સ્વાસ્થય અને માનસિક ધારાતલ માં ગણો સુધારો થઇ રહ્યો છે. કંઈક કરી બતાવવા માટે આ હુનર ગણો સારો છે જેની તમને જાણકારી છે. વાત રહી ફાયદાની તો એ પણ તમારા સમય સાથે થશે.
વૃષભ રાશિ
આ સમયે તમારી દૂરદર્શિતાની અસર તમારા કામકાજ પર થઇ રહી છે. આજીવિકાના ક્ષેત્રમાં તમારા અનુભવો ને બીજા લોકો પણ ચકાસવા લાગ્યા છે. એવું પણ બની શકે કે કોઈ તમને રાઈવલ ફર્મ માંથી પણ બોલાઈ શકે છે.
મિથુન રાશિ
ઉધાર આપવા અને લેવાથી નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કટ્ટરતા ના અપનાવવી જોઈએ અને પ્રોફેશનાલીઝમ જાળવી રાખવું જોઈએ. જૂના કેસ સામે આવી શકે છે. તમે રોકાણમાં રસ લઈ શકો છો. બિઝનેસ એક્ટીવિટીમાં સતર્કતા જાળવવી જોઈએ અને બિઝનેસ વિસ્તારવા પર ધ્યાન આપવું જોઈએ.
કર્ક રાશિ
પ્રોફેશનલ ક્ષેત્રે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. કરિઅરમાં તમને સફળતા મળી શકે છે અને સિસ્ટમ મેનેજમેન્ટ વધુ મજબૂત થશે. આર્થિક મામલાઓનું નિવારણ આવી શકે છે અને યોગ્ય દિશામાં આગળ વધી શકે છે. તમે નવા કાર્યોમાં રસ દાખવી શકો છો. ઉદ્યોગ ક્ષેત્રે સુધારો આવી શકે છે.
સિંહ રાશિ
પૈસાના મામલાઓ વધુ સારા થઈ શકે છે અને બચત પણ થઈ શકે છે. કરિઅર અને બિઝનેસ ક્ષેત્રે યોગ્ય પ્રયાસ કરવાથી સફળતા મળી શકે છે. બિઝનેસ વધુ વિસ્તરી શકે છે અને કાર્યક્ષેત્રમાં સુધારો આવી શકે છે. આગળ વધવા માટે તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે.
કન્યા રાશિ
કરિઅર અને બિઝનેસમાં હેઝિટેશન નહીં રહે. તમને ધારેલ સફળતા મળી શકે છે અને બિઝનેસ એક્ટિવિટીમાં વૃદ્ધિ થઈ શકે છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન કરવું જોઈએ. પ્રોફેશનલ વ્યક્તિઓ ટ્રાવેલ કરી શકે છે.
તુલા રાશિ
ઓફિસનું કામ ગંભીરતાથી કરવું જોઈએ, તમારા સહકર્મીઓ અને નજીકના વ્યક્તિઓ તમને મદદ કરશે. રોકાણ માટે કોઈપણ પ્રકારની લાલચમાં ના પડવું જોઈએ. કરિઅર બિઝનેસમાં સકારાત્મકતા જોવા મળશે. પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ
જીવનમાં તમામ જરૂરી કાર્યો તેજીથી પૂર્ણ થશે. તમારામાં આત્મવિશ્વાસનો સંચાર થશે. આર્થિક રીતે મજબૂતી વધશે. તમને સારી ઓફર પ્રાપ્ત થશે. અનેક મામલાઓનું નિવારણ આવશે. કરિઅર અને બિઝનેસ પર ધ્યાન આપવામાં આવશે.
ધન રાશિ
રોકાણના નામ પર છેતરપિંડી થી બચવું જોઈએ. અજાણ્યા લોકો પર ખૂબ જ જલ્દી વિશ્વાસ ના કરવો જોઈએ અને ઈન્ટરવ્યૂમાં સાવધાની રાખવી જોઈએ. ધૈર્ય રાખવાથી ખૂબ જ જરૂરી ડીલ અને સમજૂતી કરાર પૂર્ણ થઈ શકે છે. કોઈપણ પ્રકારની મૂંઝવણ ના રાખવી જોઈએ. સહકર્મીઓ પર વિશ્વાસ રાખવો જોઈએ.
મકર રાશિ
બિઝનેસમાં પાર્ટનરશીપના મામલાઓ તમારા પક્ષમાં રહેશે. પ્રોફેશનલ અચિવમેન્ટ પ્રાપ્ત થશે. અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. બિઝનેસ ક્ષેત્રે મોટી મોટી ઈન્ડસ્ટ્રી જોડાઈ શકે છે. લીડરશીપ પ્રાપ્ત થઈ શકે છે. તમે ખૂબ જ યોગ્ય રીતે તમારી જવાબદારીઓ પૂર્ણ કરી શકશો. આર્થિક લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે.
કુંભ રાશિ
મૂંઝવણની સ્થિતિ જળવાઈ રહેવાની સંભાવના છે. વ્યક્તિગત મામલાઓમાં સહજતા જળવાઈ રહેશે. આર્થિક મામલાઓમાં મિશ્રતા જોવા મળશે, તમારે તમારું વિઝન ક્લિઅર રાખવું જોઈએ. ક્રેડિટ કાર્ડથી લેવડ દેવડ ના કરવી જોઈએ. કાર્યક્ષેત્રમાં ધૈર્ય રાખવું જોઈએ. કરિઅર અને બિઝનેસ સાથે ચાલી શકે છે.
મીન રાશિ
આર્થિક વિકાસ માટેની તક મળી શકે છે. અલગ અલગ ક્ષેત્રોએ સારું પ્રદર્શન કરી શકો છો. તમે પ્રોફેશનાલીઝમ જાળવી રાખશો. તમે કોઈ નવું કામ શરૂ કરો તેવી સંભાવના છે. તમે તમારા પાર્ટનર પર વધુ વિશ્વાસ કરી શકો છો. કોમ્પિટીશન વધુ અસરકારક રહેશે. કોમર્સ વિષયમાં રસ વધી શકે છે.