અમદાવાદમાં બેસેલી ભદ્રકાલીમાં આજ પણ પરચા પૂરે છે.ટચ કરી દર્શન કરી લો.બધી મનોકામના થશે પૂર્ણ

Uncategorized

ગુજરાતમાં વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે ૧૩મી સદીમાં સ્થાપિત કરેલા ભદ્રકાળી માતાને અમદાવાદની નગરદેવી કહેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને ભદ્રના પાથરણા બજારમાં શહેરમાંથી કે બહારગામથી ખરીદી માટે આવતા લોકો આજે પણ સૌથી પહેલા મા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા અવશ્ય જાય છે. મુઘલ શાસકો, અહેમદશાહ બાદશાહ, મરાઠા શાસકો અને બ્રિટિશ અમલદારો પણ મા ભદ્રકાળીમાં ઊંડી આસ્થા ધરાવતા હતા.

રાજા કર્ણદેવે અમદાવાદના આસા ભીલને પરાસ્ત કર્યો ત્યારબાદ સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નગરી સ્થાપી. ત્યારબાદ અહેમદશાહ બાદશાહે ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદ શહેર વસાવ્યું અને શહેરના રક્ષણ માટેનો કોટ વિસ્તૃત કર્યો. એ કોટ ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો અને કિલ્લાની રક્ષા મા ભદ્રકાળી કરે છે તેમ કહેવાય છે. મા ભદ્રકાળીનો પરચો થતાં મુઘલ સુબા આઝમખાને દર નવરાત્રિમાં માતાને ચુંદડી ચઢાવવાની પરંપરા શરૂ કરી હતી.

ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા અને એ વખતના પૂજારીએ સહજાનંદ સ્વામીને આપેલી માતાજીની ચુંદડી આજે પણ કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરના ગોખમાં સચવાયેલી છે. બળવંતરાય મહેતાને બાદ કરતાં રાજ્યના દરેક મુખ્યપ્રધાનો આ મંદિરે દર્શન કરવા આવી ચૂક્યા છે. ૧૮૯૫ માં માતાજીના ગર્ભગૃહને ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૯૩૬માં ગર્ભગૃહના દ્વારની મોકળાશ વધારીને તેને સંગેમરમરથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

ભદ્રકાલી મંદિર સંસ્થાનું સંચાલન શ્રી રામ બાલી પ્રાગ તિવારી ટ્રસ્ટ દ્વારા છ મહિના માટે કરવામાં આવે છે અને બાકીના છ મહિના તેનું સંચાલન શ્રી વ્રજલાલ અવસ્થીના પરિવાર દ્વારા કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. જેમ કે શાળા, તબીબી શિબિર, ગૌશાળા, લગ્ન સમારોહ માટે શ્રી રામબલી હોલ વગેરે. મંદિરની ભવ્યતા તમને તમે ક્યાં છો તે ભૂલી જવાની ખાતરી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *