Categories
જ્યોતિષશાસ્ત્ર ધાર્મિક

શરદપુર્ણિમાની રાતે માં અંબે પૃથ્વી પર ફરવા નીકળે છે.રાતે પુર્ણિમાનો ચાંદ દેખાતા કરી દો આ એક કામ.દેવું દૂર થશે અને ધનવાન બનશો

એવું કહેવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના રોજ લક્ષ્મી માતા પૃથ્વી પર ફરવા માટે નીકળે છે. આ સાથેજ શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાંથી નિકળતા કિરણો અમૃત સમાન હોવાની માન્યતા છે. આ જ કારણથી આ દિવસે દૂધ-પૌંઆ બનાવવામાં આવે છે અને રાત્રે ખુલ્લા આકાશ નીચે ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો લક્ષ્મી માતાની કૃપા વરસે છે.

દેવું દુર કરવા માટે: શરદપૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાની આરાધના કરવાથી દેવું દુર થાય છે. આ સાથેજ શરદપૂર્ણિમાને દેવામુક્તિ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ રાત્રે શ્રીસૂક્તના પાઠ, કનકધારા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામના જાપ અને ભગવાન કૃષ્ણના મધુરાષ્ટકમના પાઠ કરવાથી આપને કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કમાણીના અલગ રસ્તા ખુલે છે જેના દ્વારા દેવાની ચુકવણી કરીને દેવામાંથી મુક્તિ મેળવી શકાય.

મનોકામના પૂરી કરવા માટે: શરદપૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી માતા મહાલક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે સાથે જ માતા લક્ષ્‍મીને લાલ અને પીળા રંગના પુષ્પ તેમજ ભોગ અર્પણ કરવામાં આવે છે. માતા લક્ષ્‍મીને શણગારની સામગ્રી પણ અર્પણ કરવામાં આવે છે. કમલગટ્ટા કે સ્ફટિકની માળાથી નીચે આપેલ મંત્રની માળા કરવાથી આપની મનોકામના શીઘ્ર પૂર્ણ થાય છે. ૐ શ્રીં હ્રીં ક્લીં ત્રિભુવન મહાલક્ષ્‍મ્યૈ અસ્માંક દારિદ્રય નાશય પ્રચુર ધન દેહિ દેહિ ક્લીં હ્રીં શ્રીં ૐ ||

ધનપ્રાપ્તિ માટે: આ દિવસે ચંદ્રના પ્રકાશમાં માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને ધનલાભ થાય છે સાથે જ શરદપૂર્ણિમાની રાત્રે હનુમાનજીની સમક્ષ ચારવાટનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. કહેવાય છે કે લક્ષ્‍મીમાતાને સોપારી ખૂબ પ્રિય છે. શરદપૂર્ણિમાના દિવસે સવારે માતા લક્ષ્‍મીની પૂજા કરતી વખતે તેમાં સોપારી અવશ્ય રાખો. પૂજા કર્યા બાદ સોપારીને લાલ દોરાથી ઢાંકીને અક્ષત, કંકુ, પુષ્પથી પૂજન કરીને તિજોરીમાં રાખી દો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *