Categories
ગુજરાત સમાચાર

રાજકોટમાં નવરાત્રિમાં થયો મોટો ચમત્કાર.નવરાત્રીના પહેલા દિવસે જ શ્રીરામ હોસ્પીટલમાં એક સાથે જ 9 દીકરીઓનો થયો જન્મ.નવદુર્ગાએ આપ્યા દર્શન

ગુજરાત સમેત દેશભરમાં હાલ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. અને તેમાં પણ ગુજરાતીઓ માટે નવરાત્રી તો એક ઉત્સવ જેવી હોય છે. આ દરમિયાન નવરાત્રીના પહેલા નોરતે જ એક હેરાન કરી દેનારી ખબર ગોંડલમાંથી સામે આવી હતી. જ્યાં એક જ દિવસે હોસ્પિટલમાં ૯ દીકરીઓના જન્મ થતા જ આખી હોસ્પિટલમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો હતો. નવરાત્રીના પહેલા નોરતે જ હોસ્પિટલમાં નવ દુર્ગા જેવી નવ દીકરીઓના જન્મ થતા જ ચારેય તરફ ખુશીઓની સુવાસ પ્રસરી ગઈ હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલમાં આવેલા શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં નવરાત્રીના પહેલા નોરતે જ નવ દીકરીઓનો જન્મ થયો હતો. તાજેતરમાં જ આ હોસ્પિટલ નવી બિલ્ડીંગ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં સ્ત્રીઓ તથા બાળકોનો વિભાગ પણ અલગ કરવામાં આવ્યો છે.આસોની નવરાત્રીના પહેલા જ દિવસે હોસ્પિટલના ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા ૧૧ મહિલાઓની ડિલિવરી કરવામાં આવી હતી. પહેલા નોરતે જ જન્મેલા આ ૧૧ બાળકોમાં ૯ દીકરીઓ હતી અને બે દીકરાઓ હતા.

પહેલા નોરતે જ હોસ્પટલમાં નવ દીકરીઓના જન્મ થતા જ જાણે કે નવ દુર્ગાએ અવતરણ લીધું હોય તેવો માહોલ પણ સર્જાયો હતો. ડોકટરના જણાવ્યા અનુસાર આ તમામ બાળકીઓ એકદમ સ્વસ્થ છે. તો આ ખબરને લઈને આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાઓ જોવા મળી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે જ ૯ દીકરોના જન્મની ઘટનાને ભાગ્યશાળી ગણાવી હતી.તમામ બાળકોને જન્મ અપાવનારા શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના ડોક્ટર ચિરાગ ઠુંમર ગોલ્ડ મેડાલીસ્ટ છે.

તેમને જણાવ્યું હતું કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત રામ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી તેમજ નોર્મલ ડિલિવરીઓ કરાવવામાં આવે છે. જે યોજના અંતર્ગત દર્દીને કોઈપણ જાતના ખર્ચ વગર જ પોતાની સારવાર સારી ગુણવત્તા સહિત મળી રહે છે. ત્યારે હોસ્પિટલમાં નવરાત્રીના પહેલા દિવસે એક સાથે ૯ દીકરીઓનો જન્મ થતા હોસ્પિટલ સહિત આસપાસના વિસ્તારની અંદર ખુશીઓ ફેલાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *