આજે આપણે વિન્ડ ચાઇમ સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જાણીએ. ફેંગશુઇ અનુસાર કેટલાક નિયમોને અનુસરવાથી તમે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો. ફેંગશુઇ મુજબ ઘરમાં વિન્ડો ચાઇમ લાગાવવુ ખૂબ સારુ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તે ઘરમાં યોગ્ય સ્થાને લગાવવાથી ઘરમાં સૌભાગ્યમાં વધારો થાય છે.
1 ફેંગશૂઇ એક્સ્પર્ટ્સ મુજબ 6,7,8 અથવા 9 રોડ વાળી ચાઈમ ઘરમાં લગાવવી સારું માનવામાં આવે છે.
2 ફેંગશૂઇ મુજબ ઘરમાં જો વિન્ડ ચાઇમ લગાવો છો તો આ બાબત પર ધ્યાન રાખો કે કોઈ પણ તેની નીચેથી પસાર ન થાય.
3 7 અને 8, રોડ, વિન્ડ ચાઇમ, ઘરમાં લગાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
4 ફેંગશૂઇનું માનીએ તો ઘરમાં વિન્ડ ચાઈમ એટલે લગાવવામાં આવે કે તેની નીચે કોઈ બેસી ન શકે.
5 જો દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્ટોરરુમ, ટોયલેટ અને કિચન છે તો અહીં ફેંગશુઇ મુજબ મેટલની વિન્ડ ચાઈમ લગાવી શકાય છે.
આ ઘંટડીઓ પ્રેમ પ્રસંગને પ્રભાવિત કરીને દાંપત્યજીવનમાં ખુશીઓ લાવે છે. આ ઘંટડીઓને દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવીને ઉત્તમ ફળ મેળવી શકાય છે. લાકડી, ધાતુ, માટી અને કાચની ઘંટડીઓને ઘરની દિશા અનુસાર લગાવીને ઉત્તમ લાભ મેળવી શકાય છે. ધ્યાન રાખવું જોઇએ કે આ ઘંટડીઓને ખુલ્લા સ્થાનમાં લગાવવી જોઇએ. બાથરૂમ અથવા સ્ટોરમાં આ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. બજારમાં અનેક પ્રકારની ઘંટડીઓ ઉપલબ્ધ છે. જેમને અલગ અલગ પ્રકારના ઉદ્દેશ્યથી લગાવવામાં આવે છે. ઘર-પરિવારમાં સંબંધમાં મીઠાશ લાવવા માટે માટીની ઘંટડીઓ લગાવવામાં આવે છે.