કીર્તીદાન ભાઈ ગઢવીના ડાયરા થકી જાણીતો બનેલ કામો આજે રાતોરાત સેલિબ્રિટી બની ગયો છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય ત્યાં હવે કમાની હાજરી ફરજિયાત બની ગઈ છે. કમાનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ હવે ફેમસ થઈ રહ્યું છે.થોડાક દિવસ પહેલા કિર્તીદાન ગઢવી નો એક ડાયરો અમેરિકામાં હતો. આ ડાયરામાં યાદ કરતા ત્યાંના લોકો કમાને ૫૦૦ ડોલરની ભેટ આપે છે.
કમો કોઈપણ જગ્યાએ જાય ત્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેવું જ કંઈક સુરતમાં બન્યું હતું. રવિવારના રોજ કમો સુરતમાં આવ્યો હતો. ત્યારે કમાને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. મિત્રો તમને બધાને ખબર હશે કે કમાને લઈને ઘણા બધા કલાકારોએ પોતપોતાના અલગ અલગ નિવેદનો આપ્યા છે. ત્યારે મણીધર બાપુએ કમા વિશે પોતાનું મહત્વનું નિવેદન આપ્યું છે.
આઈ શ્રી મોગલ મણીધર વડવાળી મોગલ ધામ કબરાઉ કચ્છના લોકોના ખૂબ કામ કરતા એવા ગાદીપતિ ચારણ ઋષિને જ્યારે એક રિપોર્ટરે ગુજરાતમાં કિર્તીદાન ગઢવી ના ડાયરામાંથી રાતોરાત ફેમસ અને સેલિબ્રિટી બનેલા દિવ્યાંગ કમલેશ દલવાડી એટલે કે કમા વિશે જ્યારે પૂછ્યું.ત્યારે ચારણ ઋષિએ જવાબ આપ્યો કે ગાંડા નરસિંહ મહેતા ના ભગવાને બાવન કામ કર્યા હતા. ભગવાન કોઈને કોઈ સ્વરૂપે પોતાના ભક્તોની મદદ કરે છે.
નરસિંહ મહેતા ગાંડો થઈ નાચતો ત્યારે તેના સમાજના લોકો ભગત કહીને વિરોધ કરતા અને ભગવાન એના વારે આવ્યા એમ કમાને કહું છું, તુ નાચ ભલે તારું ના માન વધી રહ્યું છે.દેશ-વિદેશમાં પણ કમા કોઈપણ ધર્મની કે સમાજની જરૂરિયાત મંદ બેન દીકરીઓની ગરીબ માણસોની અને ભૂખ્યા તરસ્યા ની મદદ કર, સેવાના કાર્ય કરો સાથે લોકોને પણ આ સલાહ સૂચન આપ્યું. મોગલ કુળ ચારણ ઋષિ દિન દુખિયાની સેવા કરવામાં ખૂબ માને છે અને ધાર્મિક આસ્થા અને માતાજીની સેવા થકી એ ગુજરાતમાં ઘણી નામના ધરાવે છે.