હનુમાનદાદાને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે હનુમાનદાદાનું સ્મરણ કરવા માત્રથી દુખ દુર થાય છે. હનુમાનદાદાની નિયમિત પૂજા અને તેમનો જાપ કરવાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને હનુમાનદાદા ઈચ્છા મુજબનું ફળ આપે છે. આજે અમે તમારા માટે રાશીઓ પ્રમાણે હનુમાનદાદાના મંત્રો લઈને આવ્યા છીએ. નિયમિત આ મંત્રોનો જાપ કરવાથી હનુમાનદાદાની કૃપા વરસતી રહે છે.
મેષ, વૃષભ અને મિથુન
મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોએ દરરોજે ऊं सर्वदुख हराय नम: મંત્રનો જાપ કરવો. આ રાશિઓના જાતકોએ આ મંત્રનો નિયમિત જાપ કરવાથી હનુમાનદાદા તેમના તમામ દુખો દુર કરે છે.
કર્ક, સિંહ અને કન્યા
કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોએ દરરોજે ऊं परशौर्य विनाशन नम: મંત્રનો જાપ કરવાથી તેમની તમામ અડચણો દૂર થઈ જશે. આ રાશિના જાતકો માટે આ મંત્રનો જાપ ખુબ ફાયદાકારક નીવડે છે.
તુલા, વૃશ્ચિક અને ધન
તુલા, વૃશ્ચિક, અને ધન રાશિના જાતકોએ ऊं मनोजवया नम: અને ऊं लक्ष्मणप्राणदात्रे नम: મંત્રનો જાપ કરવો, તેનાથી તેમને દરેક કાર્યમાં સફળતા મળશે.
મકર, કુંભ અને મીન
મકર, કુંભ અને મીન રાશિના જાતકોએ દરરોજે ऊं सर्वग्रह विनाशी नम: મંત્રનો જાપ કરવો, તેનાથી શુભ ફળ પ્રાપ્ત થશે. આ સાથેજ આ રાશિના જાતકોના જીવનના તમામ દુખો હનુમાનદાદા દુર કરશે.