Categories
જ્યોતિષશાસ્ત્ર

રાશિ મુજબ કરો ઉપાય.દેવામાથી મળશે છુટકારો

દરેક વ્યક્તિ જીવનમાં કોઈના કોઈ સમસ્યાથી પીડાતો હોય છે. પરંતુ દેવું એક એવી વસ્તુ છે જેમાંથી બહાર નીકળવું વ્યક્તિ માટે ખુબજ મુશ્કેલ બની જાય છે. દેવું વ્યક્તિને ગુલામ બનવા પર મજબુર બનાવી દે છે. ત્યારે વ્યક્તિ દેવામાંથી છૂટવા માટે કેટલાક ઉપાયો કરે છે. જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર, ગ્રહોની ચાલ કંઈર એવું કરે છે જેના લીધે વ્યક્તિની ઈચ્છા ના હોય તો પણ તે વશમાં આવી જાય છે. આજે અમે તમને રાશિ અનુસાર દેવામાંથી મુક્તિના ઉપાયો બનાવીશો.

મેષ રાશી: આ રાશિના જાતકોએ દેવામાંથી મુક્ત થવા માટે મધ ખઈને સ્નાન કરવું અને ફઈના આશીર્વાદ લેવા. આમ કરવાથી તેમને દેવમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે.

વૃષભ રાશિ: જો આ રાશિના જાતકો કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો તેમને દૂધ અને ગંગાજળ પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું અને પત્નીને ખુશ રાખવી. આમ કરવાથી સમસ્યામાંથી જલ્દી છુટકારો મળી જશે.

મિથુન રાશિ: આ રાશિના જાતકોએ ગુલાબના ફૂલને ગુલાબ જળમાં મિક્સ કરીને સ્નાન કરવું અને ગોળનું દાન કરવું. આમ કરવાથી તેમને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે.

કર્ક રાશિ: આ રાશિના જાતકોએ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પીળા સરસવને પાણીમાં નાખીને સ્નાન કરવું અને ચણાની દાળનું દાન કરવું.

સિંહ રાશિ: આ રાશિના જાતકોએ જીવનની સમસ્યાઓને દુર કરવા માટે કાળા તલને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું અને આખા અડદનું દાન કરવું.

કન્યા રાશિ: આ રાશિના જાતકોએ જીવનની કોઈ પણ સમસ્યાથી છુટકારો મેળવવા માટે વરિયાળીને પાણીમાં નાંખીને સ્નાન કરવું અને તુવેરની દાળનું દાન કરવું.

તુલા રાશી: આ રાશિના જાતકોએ પીળા ફૂલને પાણીમાં નાખીને સ્નાન કરવું અને પીળા ચોખાનું દાન કરવાથી ખુબ ફાયદો થાય છે.

વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકોએ જીવનના દુખ દુર કરવા માટે હીંગને પાણીમાં મિક્સ કરીને ન્હાવું અને લાલ મસૂરની દાળનું દાન કરવું.

ધન રાશિ: આ રાશિના જાતકોએ દહીંને પાણીમાં મિક્સ કરીને ન્હાવું, ચોખાનું દાન કરવું ખુબજ ફાયદાકારક નીવડે છે.

મકર રાશી: આ રાશિના જાતકોએ લીલી ઈલાયચીને પાણીમાં મિક્સ કરીને ન્હાવું, મંગની દાળનું દાન કરવું.

કુંભ રાશિ: આ રાશિના જાતકોએ ગંગા જળને પાણીમાં નાંખીને સ્નાન કરવું અને ખાંડનું દાન કરવું. આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દુર થઈને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની આગમન થશે.

મીન રાશિ: આ રાશિના જાતકોએ કેસરને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું, અને ઘંઉનું દાન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *