Categories
ધાર્મિક

પુજા કળશને ટચ કરો.તમારા અટકેલાં કામ ચૂટકીમાં થઈ જશે.જય લક્ષ્મી માતા લખીને શેર કરો.બધી મનોકામના થશે પૂર્ણ

હિન્દુ ધર્મમાં, કલશને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ગૃહપ્રવેશ, નવરાત્રી પૂજન, દીપાવલી, યજ્ઞ-ધાર્મિક વિધિ, લગ્ન અને ઘણાં એવા માંગલિક કાર્યો શરૂ કરતાં પહેલાં કળશની સ્થાપના થાય છે. કળશની સ્થાપના પછી જ પૂજા શરૂ થાય છે. આ ઉપરાંત, ઘણા લોકો હંમેશા તેમના પૂજાગૃહમાં કલશ સ્થાપિત કરે છે. ઘરે કળશની સ્થાપના કરવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી તમારે પણ તમારા પૂજાગૃહમાં કળાનું સ્થાપન કરવું જોઈએ.

ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવવા માટે કળશ સ્થાપિત કરો. કળશને અમૃતની જેમ માનવામાં આવે છે અને મંગળ-કળશ સમુદ્રનાં મંથનનું પ્રતીક છે. સમુદ્ર મંથન દરમિયાન, કળશની અંદર અમૃત હતું. આથી કળશને શુભ પ્રતીક માનવામાં આવે છે. કળની અંદર પાણી ભરીને તેના પર નાળિયેર રાખવાથી ઘરની સુખ-સમૃદ્ધિ હંમેશા અકબંધ રહે છે. એટલું જ નહીં, પૂજાગૃહમાં રહેલા કળશને લીધે ઘરના સભ્યો રોગ મુક્ત રહે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સકારાત્મક હોય ત્યારે જ ઘરનું વાતાવરણ યોગ્ય રહે છે અને ઘરના લોકોમાં પ્રેમ જળવાય રહે છે. પૂજા ઘરમાં કળશ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાય રહે છે. દિપાવલીના અવસરે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે કળશ ચોક્કસપણે સ્થાપિત કરવા માં આવે છે. હકીકતમાં કલશમાં લક્ષ્મી માતા નો વાસ માનવામાં આવે છે. તેથી, જ્યારે પૂજાગૃહમાં મંગળનું કળશ હોય છે, ત્યારે ઘરમાં હંમેશાં ઘણાં પૈસા આવતા રહે છે અને ક્યારેય પૈસાની ખોટ થતી નથી.

મંગળ કળશ રાખતા પહેલા ઈશાન દિશામાં એક ચોકી લગાવો. આ ચોકી પર કુંકુમ, હળદર અને લોટની મદદથી રંગોળી બનાવો. ત્યારબાદ તેની ઉપર કળશ ગોઠવો. કાંસા અથવા તાંબાના કળશમાં પાણી ભરો અને આંબાના કેટલાક પાન નાખો. આ પછી, તેના ઉપર નાળિયેર નાખો. કળશ ઉપર રોલી, સ્વસ્તિકનું પ્રતીક , દોરાને તેના ગળા પર બાંધો. સમયાંતરે કળશમાં રાખેલા પાણીને બદલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *