Categories
જ્યોતિષશાસ્ત્ર

21 દિવસ બાદ શનિની માર્ગીય ગતિ,આ 3 રાશીઓને આપશે અપાર દુખ

જયોતિષશાસ્ત્રમાં શનિદેવને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. શનિદેવ ન્યાયના દેવ છે અને જાતકને કર્મ મુજબ ફળ આપે છે. તેઓ આંખના પલકારામાં ભાગ્ય બદલી શકે છે. શનિદેવ રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. ત્યારે આગામી ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ શનિની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થવાનો છે. શનિ હાલમાં પોતાની રાશિ મકર રાશિમાં વક્રી છે અને ૨૩ ઓક્ટોબરથી માર્ગી બનશે. શનિની ચાલમાં પરિવર્તનથી ૩ રાશિઓમાં પંચ મહાપુરુષ રાજયોગ બનશે, જે ખૂબ જ શુભ છે. મહાપુરુષ રાજયોગ આ રાશિના જાતકોને પુષ્કળ ધન અને પ્રગતિ આપશે.

ધન

શનિ માર્ગી ધન રાશિના જાતકોને ખૂબ શુભ ફળ આપશે. આ રાશિના જાતકોને પ્રમોશન મળશે અને તેમનો પગાર વધશે. અટવાયેલા પૈસા મળશે. તેમજ અણધાર્યા ધનથી લાભ થશે. બિઝનેસમાં પણ ફાયદો થશે. નફો વધશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે.

કન્યા

શનિના માર્ગીય થવાની ચોખ્ખી અસર કન્યા રાશિના જાતકો પર જોવા મળી શકે છે. કારણ કે શનિદેવ આ રાશિના પાંચમાં અને છઠ્ઠા ભાવના સ્વામી છે. તે દરમિયાન વિદ્યાર્થીઓ માટે સમય થોડો અઘરો રહી શકે છે. તેમજ નોકરીમાં કાર્યરત જાતકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કર્ક

શનિદેવના માર્ગીય થવાથી કર્ક રાશિના જાતકોએ ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શનિદેવ કર્ક રાશિના સાતમાં અને આઠમાં ભાવના સ્વામી હોય છે. તે દરમિયાન દામ્પત્ય જીવનમાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તેના સિવાય મિલકત સંબંધિત નુકસાન પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *