શ્રીયંત્રને ટચ કરો અને આશીર્વાદ પ્રાપ્ત કરો.લક્ષ્મીમાતા દિવાળી પહેલા તમારા ઘરની તિજોરી ભરી દેશે.જય લક્ષ્મીમાં લખી શેર કરો

Uncategorized

પવિત્ર આસો માસની અમાસના દિવસે દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવાર દમિયાન ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આગમન માટે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિંદુ શાસ્ત્રમાં લક્ષ્મી માતાને ધનના દેવી માનવામાં આવે છે. આથી દિવાળીના તહેવાર દરમિયાન લક્ષ્મી માતાની પૂજાને ખાસ મહત્વ આપવામાં આવે છે. પરંતુ લક્ષ્મી માતાને રીજવવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવાથી લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર પર સતત વરસતી રહે છે. આજે અમે તમને લક્ષ્મી માતાને રીજવવા માટેના કેટલાક ખાસ ઉપાયો વિષે જણાવીશું જેને કરવાથી લક્ષ્મી માતા તમારા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપુર બનાવી દેશે.

લક્ષ્મી માતાને રાજી કરવાના ઉપાયો:

૧: પહેલા ઉપાયની અંદર નારિયેળને તેજસ્વી લાલ કપડામાં લપેટીને ઘરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે. તેને ધંધાના સ્થળે રાખવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને વેપારક્ષેત્રમાં વધારો જોવા મળે છે.

૨: દિવાળીના દિવસ દરમિયાન હળદર ચોખાને પીસીને તેના દ્રાવણથી ઘરના પ્રવેશદ્વાર પર સ્વસ્તિક બનાવો. તેનાથી વિઘ્નોમાંથી મુક્તિ મળશે અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

૩: જો કોઈ વ્યક્તિ દુકાન ચલાવી રહ્યો છે તો તેના માટે આ ઉપાય ખુબ ફાયદાકારક નીવડે છે. જ્યારે તમે સવારે દુકાન ખોલો છો, ત્યારે કામ શરૂ કરતા પહેલા જો લક્ષ્મીજીના ચિત્રને અગરબત્તી પ્રગટાવીને વંદન કરવામાં આવે છે, તો ગ્રાહકોની સંખ્યા ઘણી વધી જાય છે.

૪: શ્રી યંત્રને પૂજા સ્થાન પર મૂકીને પૂજા કરો અને પછી તેને લાલ કપડામાં મૂકીને જ્યાં પૈસા રાખતા હોય ત્યાં સ્થાપિત કરો તો સતત આર્થિક પ્રગતિ થાય છે.

૫: લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે રાત્રે એક ખાલી કલશ એક પાટલા પર રાખો, શુદ્ધ કેસરથી સ્વસ્તિક ચિન્હ બનાવો અને તેમાં પાણી ભરો. તે પછી કલશની ઉપર ચોખાથી ભરેલી નાની થાળી મૂકો. ચોખા પર શ્રીયંત્ર સ્થાપિત કરો, પછી કલરની સામે ચારમુખી દીવો પ્રગટાવો, કુમકુમ, ચોખાથી પૂજા કરો અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો.

૬: ઘરની આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે નવા પીળા કપડામાં નાગકેસર, હળદર, સોપારી, સિક્કો, તાંબાનો ટુકડો અથવા સિક્કો, ચોખા મૂકીને પોટલું બનાવો. આ બંડલને શિવની સામે રાખો, ધૂપ દીપથી તેની પૂજા કરો, પછી તેને તિજોરીમાં ગમે ત્યાં રાખો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.

૭: આખા વર્ષ દરમિયાન લક્ષ્મી માતાને તમારા પર મહેરબાન રાખવા માટે બ્રહ્મ મુહૂર્તમાં લક્ષ્મીજીના મંદિરમાં પૂજા કર્યા પછી ગુલાબનું અત્તર, ગુલાબની અગરબત્તી, કમળનું ફૂલ, લાલ ગુલાબી કપડું અને ખીરનો નૈવેદ્ય ચઢાવો. માતા લક્ષ્મીની કૃપા વર્ષભર રહેશે.

૮: કામમાં આવતા અવરોધ દુર કરવા માટે જો દરરોજ સારું કામ જોવા મળે તો રાત્રે કામના સ્થળેથી ફટકડીનો મોટો ટુકડો લઈને ચોકડી પર ફેંકી દો. કામમાં આવતા અવરોધો દૂર થશે.

૯: લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે અપંગ, ગરીબ, અનાથને ભોજન અને વસ્ત્રોનું દાન કરવાથી માતા લક્ષ્મી તમારા અને તમારા પરિવાર પણ રાજી રહે છે.

૧૦: પૈસાની તંગી દુર કરવા માટે દીપાવલીની પૂજામાં નાગકેસર, કમળ અને લાલ કપડું બાંધીને પૈસા રાખવાની જગ્યા રાખો. પૈસા મેળવવામાં સરળતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *