Categories
જ્યોતિષશાસ્ત્ર

5 ઓક્ટોબર 2022 : આજે ગણપતિ દાદાના આશીર્વાદથી ચમકી જશે આ રાશીઓનું કિસ્મત,જાણો તમારો દિવસ કેવો વીતશે….

મેષ રાશિ

સામાજિક ક્ષેત્રમાં તમારી ખ્યાતિ વધશે અને તમને તમારા અનુભવોમાંથી મદદ મળશે. વ્યવસાયના સ્થળે પરિવર્તન તમારા માટે સારો વળાંક સાબિત થઈ શકે છે. વેપારમાં નજીકના સહયોગીઓ પ્રત્યે સાચી નિષ્ઠા અને મધુર વાણી રાખવાથી તમે લોકોનું દિલ જીતી શકશો.

વૃષભ રાશિ

સંતાન પક્ષ તરફથી હર્ષોલ્લાસ વધે એવા સમાચાર અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. કોઈ ઉચ્ચ અધિકારીની મદદથી લાંબા સમયથી અટકેલાં કામ થાય એવા પ્રયાસ થઈ શકે છે. કાયદાકીય વિવાદ સંબંધિત નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના દેખાઈ રહી છે.

મિથુન રાશિ

આજનો દિવસ કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં પસાર થઈ જશે. કાર્ય ક્ષેત્રમાં કોઈ પરિચિત દ્વારા લાભની સ્થિતિ નિર્માણ થશે. તમારો ભૌતિક અને સાંસારિક દ્રષ્ટિકોણ કંઈક બદલી શકે છે. નોકરી કરતા જાતકો સાવધાનીપૂર્વક કામ કરવાનું રાખજો, જેનાથી તમારૂ આત્મ સન્માન વધશે.

કર્ક રાશિ

રોજગારીના ક્ષેત્રમાં નવી તકો મળી શકશે અને કાર્યભારમાં નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે. જીવનસાથીની સલાહ મદદગાર સાબિત થશે, જેનાથી આર્થિક ફાયદો પણ થશે. નોકરી કે કામના વ્યવસાય ક્ષેત્રમાં મૌન રહેવું જ આજે લાભકારક રહેશે, ચર્ચા અને વિવાદથી દૂર રહેજો.

સિંહ રાશિ

જમીન અને વાહનો સાથે સંકળાયેલા વેપારીઓને નવી તકો મળી રહેશે. લવ લાઈફમાં સમાધાન સ્થાપવાનો પ્રયાસ સફળ સાબિત થશે. વ્યવસાય ક્ષેત્રમાં નવા સહયોગી મળશે, જેનાથી માન પ્રતિષ્ઠામાં વધારો થશે.

કન્યા રાશિ

ઘરે માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. મિત્રો સાથે નજીકના ભવિષ્યમાં કોઈ યાત્રા પર જવાની સંભાવના દેખાઈ રહી છે. પારિવારિક સંપતિ મળવાના યોગ દેખાઈ રહ્યાં છે, પરંતુ ધન લાભ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર પડશે.

તુલા રાશિ

આજનો દિવસ દોડધામ અને ખાસ ચિંતામાં પસાર થઈ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેજો. કોઈ મહેમાનના અચાનક આગમનથી મન પ્રસન્ન થશે. લવ મેરેજ કરવા ઈચ્છતા જાતકો માટે સમય અનુકૂળ છે, પરિવારનો આશીર્વાદ મળશે.

વૃશ્ચિક રાશિ

રોજગાર ક્ષેત્રમાં યોગ્યતા વધારવા માટે તમારે તમારી કાર્યશૈલીમાં સુધારો કરવાની જરૂરીયાત ઊભી થશે. પારિવારિક સ્થિતિ તણાવપૂર્વ રહી શકે છે, જેથી કોઈ પણ જાતના વાદવિવાદથી દૂર રહેજો. લવ લાઈફમાં માનસિક શાંતિ મળશે. નવા રોકાણ માટે આ સમય શુભ નથી.

ધન રાશિ

આજનો દિવસ આનંદમાં પસાર થશે. વિદેશ જઈને અભ્યાસ કરતા ઈચ્છતા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. બિઝનેસને વધારવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો સાર્થક સાબિત થશે. પરિવારમાં શાંતિનો માહોલ રહેશે અને તમામ સભ્યો વચ્ચે પરસ્પરના સંબંધો મજૂબત બનશે.

મકર રાશિ

કાર્ય ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન થવાથી તમારી ખ્યાતિમાં વધારો થશે. સાથે જ દુશ્મનોથી પણ છૂટકારો મળશે. વેપારમાં વિરોધીઓને હરાવી શકશો. પરિવારના કોઈ સભ્ય સાથે યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. સગા સંબંધીઓ સાથે પૈસાની લેવડ દેવડ કરવાથી બચજો નહીં તો પૈસા ફસાઈ શકે છે.

કુંભ રાશિ

છેલ્લાં કેટલાય દિવસોથી વેપારમાં ચાલી આવતી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. મોટી સંખ્યામાં ધનની પ્રાપ્ત થવાથી ભંડોળમાં વધારો થઈ શકે છે. રોજગાર ક્ષેત્રમાં યોગ્યતા વધારવા માટે તમારે તમારી કાર્યશૈલીમાં સુધારો કરવાની જરૂરીયાત ઊભી થશે.

મીન રાશિ

વેપાર કે વ્યવસાય તરફ ધ્યાન આપવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. લાભ મેળવવા માટે કોઈ પણ પ્રકારની અનૈતિક ગતિવિધિઓથી દૂર રહેજો અને પોતાની સામાજિક પ્રતિષ્ઠાનુ ખાસ ધ્યાન રાખજો. પિતાના સહયોગથી પ્રગતિનો માર્ગ મોકળો બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *