Categories
જ્યોતિષશાસ્ત્ર

બુધવારે આ ઉપાય કરવાથી ક્યારેય ધનની કમી રહેતી નથી.ગણપતિ દાદા રહે છે પ્રસન્ન

ભગવાન ગણેશ હિન્દૂ ધર્મમાં સૌથી વધારે પૂજવામાં આવતા દેવતાઓમાંથી એક છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જેની કુંડળીમાં બુધ દોષ છે. તે આ દિવસે ઘણા ઉપાય પણ કરી શકે છે. આ દિવસે બુધ દોષ દૂર કરવામાં મદદ મળે છે. તે ઉપાય શારીરિક, આર્થિક અને માનસિક પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે. બુધવારે આ ઉપાય કરવાથી તમને કષ્ટોનું નિવારણ થશે. આવો જાણીએ આ દિવસે તમે કયા ઉપાય કરી શકો છો.

બુધવારના દિવસે મંદિર જાઓ, ભગવાનને પ્રાર્થના કરો. આમ કરવાથી તમારી દરેક મનોકામનાઓ પુરૂ થશે. આમ કરવાથી તમારા દરેક કામ પુરા થશે.જો તમારો બુદ્ધ કમજોર હોય તો તમને બુધવારવના દિવસે લીલા રંગના કપડા પહેરવા જોઈએ. તમે પોતાની પાસે લીલા રંગનો રૂમાલ રાખી શકો છો. આ દિવસે જરૂરિયાતમંદોને લીલા મગની દાળ અને લીલા કપડા દાન કરો. બુધવારે લીલો રંગ શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને ધરો ખૂબ જ પસંદ છે. બુધવારના દિવસે ભગવાનને ૨૧ ધરો સમર્પિત કરવો જોઈએ. તેનાથી જીવનમાં દરેક મુશ્કેલીઓ દૂર થશે. બુધ દોષ દૂર કરવા માટે માતા દુર્ગાની આરાધના કરો. આ દિવસે “ઓમ એં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે” મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ ૧૦૮ વખત કરી શકો છો.  બુધવારના દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવો. આ દિવસે ભગવાન ગણેશના માથા પર સિંદૂરનો તિલક લગાવો. તેનાથી તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. આર્થિક ઉન્નતિ થશે. સદા તમારા પર દેવી-દેવતાઓની કૃપા બની રહેશે.

એવું માનવામાં આવે છે કે ભગવાનને મોદક ખૂબ પસંદ છે બુધવારે પૂજા વખતે ભગવાનને મોદકનો ભોગ લગાવો. તમે લાડવાનો ભોગ પણ લગાવી શકો છો. તેનાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થશે. ભગવાન ગણેશ તમારાથી પ્રસન્ન થશે.  બુધવારે ગણેશજીને શમીના પત્તા અર્પિત કરો. આમ કરવાથી સ્ટ્રેસ અને માનસિક કષ્ટ દૂર થાય છે. તેની સાથે જ બુદ્ધિ પણ શાર્પ થાય છે. બુધવારના દિવસે ગણેશજીના બીજ મંત્ર “ઓમ ગં ગણપતયે નમઃ”નો જાપ કરો. તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને દર બુધવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી શિક્ષામાં સફળતા મળે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *