Categories
જ્યોતિષશાસ્ત્ર

ભૂલથી પણ આ કામ કરતાં નહીં.લક્ષ્મી માતા નારાજ થશે તો સતત ઘરમાં રહેશે પૈસાની તંગી.ગરીબ થતાં વાર નહીં લાગે

આપણા જીવનની ઘણી એવી ખરાબ આદતો છે જેના કારણે લક્ષ્મી માતા આપણા ઉપર રાજી થતા નથી જેથી આપણા ઘરમાં સતત પૈસાની તંગી વર્તાય છે. આપણે જીવનમાં ઘણી એવી અજાણ્યે ભૂલો કરી બેસીએ છીએ જેથી લક્ષ્મી માતા આપણાથી નારાજ થઇ જાય છે. આથી અમે આજે તમારા માટે એવા ઉપાય લઈને આવ્યા છીએ જેથી લક્ષ્મી માતા તમારા પર રાજી થશે અને જીવનને આનંદમય બનાવી દેશે. આ માટે આપના જીવનની કેટલીક આદતો બદલવી પડશે જેથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.

માં લક્ષ્મી માટે શુક્રવારે ગુલાબની સુગંધ વાળી અગરબત્તી સળગાવો તેમની કૃપા જળવાઈ રહેશે.ઝાડુ (સાવરણી) ને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેને એવા સ્થાન ઉપર રાખવું જોઈએ જેથી કોઈ બહારના વ્યક્તિ ન જોઈ શકે. અને તેને ઠેકવું ન જોઈએ અને પગ પણ અડાડવો ન જોઈએ. શુક્રવારના દિવસે ગોળ અને ચણા ગાયને ખવરાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

ઘરમાં માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સાથે પૂજા કરવી શુભ ફળદાયી હોય છે તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.ઘરેથી નીકળતી વખતે ભગવાનના દર્શન કરીને નીકળો, તેનાથી પ્રગતિના દ્વાર ખુલે છે.ગુરુવાર કે શનિવારે કોઈ ભૂખ્યાને ભોજન ખવરાવો. ગુરુવારે ગરીબને ભોજન કરાવવાથી ગુરુની પોઝેટીવ એનર્જી વધે છે. આપણી નિર્ણય લેવાની શક્તિમાં વધારો થાય છે.ઘરમાં બનેલી પહેલી રોટલી ગાયને ખવરાવો. તેમજ ભૂખ્યાને રોટલી ખવરાવવાથી મળેલા આશીર્વાદ ધન સમૃદ્ધીના વધારનારા હોય છે.

જો ઘરમાં બુટ ચપ્પલ અને અન્ય વસ્તુઓ વેર વિખેર રહે છે તો તે આદત સુધારવી જોઈએ. તે લક્ષ્મી માં ને નારાજ કરે છે. એવા ઘરમાંથી માં લક્ષ્મી નારાજ થઈને ચાલ્યા જાય છે.જો તમારા ઘરમાં કોઈ પણ ઘડિયાળ બંધ પડી છે તો તેમાં પાવર નાખો અથવા તો તેને ઘરમાંથી દુર કરી દો. એવી ઘડિયાળ ઘરમાં નકારાત્મકતા લાવે છે.અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત મીઠાનું પોતું જરૂર લગાવો. તેનાથી ઘરમાં થતી નકારાત્મકતામાં ઘટાડો આવે છે.

રસોડામાં રાત્રે એઠા વાસણ ન રાખો, એમ કરવાથી ઘરમાં નેગેટીવ એનર્જીનો વાસ થવાનો શરુ થઇ જાય છે.ઘરમાં કપૂર અને લવિંગથી સંધ્યા આરતી કરીને ધૂપ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.ઘરના મુખ્ય દ્વાર પર સિંદુરથી સ્વસ્તિક બનાવવાથી ઘરમાં ખરાબ નજર નથી લાગતી અને એવા ઘરમાં લક્ષ્મીનો પણ વાસ થાય છે, મન પ્રસન્ન રહે છે અને પ્રગતિની તકો ઉભી થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *