દીપાવલી એ સનાતન પરંપરામાં એક મહત્વપૂર્ણ તહેવાર છે. તેની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરમી અથવા ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે છે. ધનની દેવી લક્ષ્મીના આગમનનો તહેવાર છે. તે જ સમયે, આયુર્વેદની દૃષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરિનો જન્મ થયો હતો. સનાતન પરંપરામાં સ્વસ્થ શરીરને સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. તેથી, ધન તેરસ, ઐશ્વર્ય અને આરોગ્ય બંને દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ તહેવાર છે.
ધનતેરસ કારતક મહિનાની કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ૬.૦૨ વાગ્યાથી શરૂ થાય છે જે કારતક મહિનાની કૃષ્ણ પક્ષ ત્રયોદશીની તારીખ ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સાંજે ૬.૦૩ વાગ્યે સમાપ્ત થાય છે.ભગવાન ધન્વંતરિનો જન્મ ધનત્રયોદશીના દિવસે થયો હતો અને તેથી આ દિવસને ધનતેરસ તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી વિષ્ણુનો અવતાર છે.
સૌ પ્રથમ નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન ધનવંતરિની મૂર્તિ કે ચિત્ર ચોખ્ખા સ્થળ પર સ્થાપિત કરો અને સામે બેસી જાવ. ત્યારબાદ નીચેના મંત્રોનો જાપ કરીને ભગવાન ધંવનતરિની પૂજા કરો. सत्यं च येन निरतं रोगं विधूतं, अन्वेषित च सविधिं आरोग्यमस्य। गूढं निगूढं औषध्यरूपम्, धन्वन्तरिं च सततं प्रणमामि नित्यं।। ત્યારબદ પૂજા સ્થળ પર આસન મૂકવાના ભાવથી ચોખા ચઢાવો, પાણી છોડો, ભગવાન ધન્વન્તરિના ચિત્ર પર અબીલ, ગુલાલ, અષ્ટગંધ વસ્ત્ર વગેરે ચઢાવો.
ચાંદીનું પાત્ર હોય તો તેમા નહી તો અન્ય પાત્રમાં ખીરનો નૈવેદ્ય બતાવો. ફરી પાણી છોડો. ત્યારબાદ મુખવાસ તરીકે પાન, લવિંગ, સોપારી ચઢાવો. ભગવાન ધન્વન્તરિને વસ્ત્ર અર્પણ કરો. શંખપુષ્પી, તુલસી, બ્રાહ્મી વગેરે પૂજનીય ઔષધિયો પણ ભગવાનને ધન્વન્તરિને અર્પણ કરો. રોગમુક્તિ માટે ઈશ્વર આગળ આ મંત્રનો જાપ કરો ऊँ रं रूद्र रोगनाशाय धन्वन्तर्ये फट्।। ત્યારબાદ ભગવાન ધન્વન્તરિને નારિયળ અને દક્ષિણા અર્પણ કરો. પૂજના અંતમા કપૂરની આરતી કરો.