દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈના કોઈ સમસ્યાથી ઘેરાયેલો રહે છે. વ્યક્તિ સમસ્યામાંથી બહાર નીકળવા માટે ગમે તે ઉપાય કરતો રહે છે પરંતુ કોઈ પરિણામ મળતું નથી. પરંતુ ધનતેરસના દિવસે તમે કેટલાક સરળ ઉપાય કરીને તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓની સાથે સાથે ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકો છો. આજે અમે તમને કેટલાક એવા સરળ ઉપાય જણાવવાના છે, જો તમે એ ઉપાય ધનતેરસના તહેવારે કરો છો તો એનાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે, અને ભગવાન ધનવંતરીનો આશીર્વાદ મળશે.
દરેક વ્યક્તિ ઈચ્છા ધરાવે છે કે તેના જીવનમાંથી આર્થિક તંગી દુર થાય અને તેનું જીવન સુખાકારી બને. જો તમારા ઘરમાં ધનની કોઈ કમી ના રહે અને તમારા ધન ધાન્યમાં વધારો થાય તો એના માટે ધનતેરસના દિવસે સાંજના સમયે ૧૩ દીવા કરો, એ સાથે જ તિજોરીમાં કુબેર ભગવાનની મૂર્તિ રાખી પૂજા કરો. જો તમે ઈચ્છો છો કે કુબેર દેવતા તમારાથી પ્રસન્ન થાય તો તમે ધનતેરસના દિવસે કુબેર ભગવાનને પ્રસન્ન કરવા માટે ‘યક્ષાય કુબેરાય વૈષ્ણવણાય ધન ધાન્ય અધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા’ મંત્રનો ૧૧ વાર જાપ કરો.
જો તમારા જીવનમાં રૂપિયા પૈસા સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે અને તમે એનાથી બચવા ઈચ્છો છો તો એના માટે તમે સૂરજ ઢળ્યા પછી તેલનો દીવો કરો અને એમાં ૧૩ કોડીઓ રાખીને ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેર દેવતાની પૂજા કરો. એ પછી ધનતેરસના બીજા દિવસે કોડીઓ કાઢી ઘરના કોઈ ખૂણામાં દાંટી દો, આ ઉપાય કરવાથી રૂપિયા પૈસાની સમસ્યા દૂર થાય છે.જો તમે ધનતેરસના દિવસે કુબેરયંત્ર ખરીદો છો તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કુબેર યંત્રને દુકાન કે વેપારની જગ્યા એ રાખવાથી પ્રગતિ મળે છે.જો લાખ પ્રયત્ન કર્યા પછીતમારી પાસે પૈસા આવે છે પણ ટકતા નથી તો એવી સ્થિતિમાં તમે ‘ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવણાય ધન ધાન્ય અધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા’ મંત્રનો ૧૦૮ વાર ધનતેરસના દિવસે જાપ કરો.
જો તમે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ મેળવવા ઈચ્છો છો તો એના માટે ધનતેરસની સાંજના ચાંદીના સિક્કા પર કેસર અને હળદરનો તિલક લગાવો, હવે એ ધનવંતરી ભગવાન સામે રાખી દો, એની પૂજા કર્યા પછી આ સિક્કાને તમારી તિજોરીમાં રાખી દો, એનાથી ધનવંતરી ભગવાનના આશીર્વાદ મળશે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.જો તમે તમારા બગડેલા કાર્ય બનાવવા ઈચ્છો છો તો એવામાં તમે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીને કોડીઓ અર્પિત કરો, અને કમલગટ્ટાની માળા ચડાવો.