ગુજરાતમાં અનેક પ્રાચિનતમ મંદિરો આવેલા છે જે પોતાના ચમત્કારો અને રહસ્યો માટે દેશ વિદેશમાં જાણીતા બન્યા છે. એમાં પણ હનુમાન દાદાના ચમત્કારિક મંદિરો ખુબજ વિશેષતા ધરાવે છે. આજે પણ રાજ્યની અંદર હનુમાનજી દાદાના એવા ઘણા મંદિરો છે જેમાં દર્શન કરવા માટે દેશ વિદેશથી ભક્તો આવે છે. તેમજ હનુમાન દાદાના દર્શન કરવા માત્રથી ભક્તોના દુખ દુર થઇ જાય છે.
હનુમાન દાદાને હિંદુ શાસ્ત્ર પ્રમાણે બળ, બુદ્ધિ અને વિદ્યાના વિધાયક ગણવામાં આવે છે. ત્યારે સુરતમાં આવેલ હનુમાનજીનું એક પૌરાણિક મંદિર આજે ભક્તિ અને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. આ મંદિરની અંદર વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે હનુમાન દાદાના ચરણોમાં પોતાનું શીષ નમાવે છે.
સુરતના ડુંભાલ સ્થિત આવેલ હનુમાન દાદાનું મંદિર ૧૬મી સદીનું પૌરાણિક મંદિર માનવામાં આવે છે.આ મંદિરનું નિર્માણ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજીએ કરાવ્યું હતું. આ મંદિરનું નિર્માણ ૩૦૦ વર્ષ જુના ચમત્કારિક લલીતાયંત્ર લાકડામાંથી બનાવવામાં આવેલ છે. આ સાથેજ મંદિરની અંદર સમર્થ ગુરુ રામદાસની પાદુકા અને યજ્ઞક્ષેત્ર આવેલ છે.
મંદિર વિષે વધુમાં જાણીએ તો આ મંદિરને ઉત્તરમુખી હનુમાનજીના મંદિર તરીકે જાણવામાં આવે છે. તેમજ મંદિરની અંદર હનુમાનજીની યંત્રરૂપે પૂજા કરવામાં આવે છે. તેમજ હનુમાન ચાલીસની એક લાઈન લખવામાં આવેલ છે ભૂત પિશાચ નિકટ નહિ આવે મહાવીર જબ નામ સુનાવે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર આવતા દરેક ભક્તોના દુખ દુર થાય છે અને હનુમાન દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે.