Categories
જ્યોતિષશાસ્ત્ર

જાણો કેવો રહેશે તમારો દિવાળીનો દિવસ ? ફાયદા માં રહેશો કે નુકશાનમાં ?

મેષ રાશિ

ભૂતકાળમાં તમે કરેલા તમામ પ્રયત્નો માટે તમારી પ્રશંસા થાય તેવી સંભાવના છે. કોઈ તમારા પ્રત્યે બિનજરૂરી ધારણા બાંધી રહ્યું હોય તો અવગણો. ગર્લફ્રેન્ડ સાથે રોમાન્ટિક મૂડ માં રહેશો. જીવનસાથી ની તલાશ પુરી થશે. લોકોના જીવનમાં ઉતાર ચડાવ આવવાની શકયતા છે. તમારા ઓફિસના કામ યોગ્ય રીતે રાખો.

વૃષભ રાશિ

મધ્ય ભાગ સુધી તમારા મુસાફરીના પ્લાનિંગને સાચવો. આજનો દિવસ એક સમયે એક બાબતનું પ્લાનિંગ કરવાનો છે. ભવિષ્યના ફાયદાકારક આયોજન માટે સારા સંકેત છે. અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના છે. જો તમે ધંધો કરી રહ્યા છો તો આજે તમારા ધંધામાં પણ કેટલાક નવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારો તમને ભવિષ્યમાં લાભ અપાવશે.

મિથુન રાશિ

આજે તમે જે કરવા માંગો છે તે માટે સંજોગો સાથ આપશે, જેથી આજના દિવસનો વધુને વધુ ઉપયોગ કરો. ભાઈ બહેન અથવા સંબંધીને તમારા માર્ગદર્શનની જરૂર પડી શકે છે. સાંજે કોઈ ખાસ વ્યક્તિ તમારી સરપ્રાઈઝ વિઝિટ કરી શકે છે.

કર્ક રાશિ

આજે શોપિંગ માટે પ્લાનિંગ કર્યું હશે તો તમે તેમાં વ્યસ્ત રહી શકો છો. આજે તમારે નોકરીએ કામની ડેડલાઇન મુજબ ચાલવું જોઈએ. ડોમેસ્ટિક સહાયનો અભાવ નિયમિત કાર્યમાં અડચણો ઉભી કરી શકે છે.

સિંહ રાશિ

આજ માટે તમારે ટીમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમને કોલાબરેટ કરવાની તક મળે તો તમારે તેનો સ્વીકાર કરવો જોઈએ. નોકરી ધંધાના સ્થળે ગરમાગરમી તમારા દિવસને નકારાત્મક અસર કરી શકે છે. જેથી તેમાં પડશો નહીં અને સ્થિતિનો ઉતાવળમાં તાગ મેળવશો નહીં.

કન્યા રાશિ

તમારું કામ અટવાઈ રહ્યું હોય અને તે માટે તમારે કોઈના અહંકારને સંતોષવાની જરૂર હોય તો હવે સમય આવી ગયો છે. ટૂંકાગાળાનું આયોજન વર્તમાન સમય માટે ફાયદાકારક રહેશે. આજે રાત્રે મહેમાનોના સ્વાગત માટે તૈયારી રાખો.

તુલા રાશિ

પરિવાર સાથે ઘરે અથવા વર્ચ્યુઅલ રીતે થોડો સમય પસાર કરવા માટે સારો દિવસ છે. કામ અંગે માંગ થઈ શકે છે અને તમારા યોગદાનની સમીક્ષા કરવામાં આવશે. વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે સપથ લો કે, તમે તમારા જૂના જુસ્સાને ક્યારેય મરવા નહીં દો. આજે તમારે નિર્ણયની ફરી સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. દિવસમાં પ્રગતિશીલ પરંતુ સુસ્ત ઉર્જા રહે, તમે જે પણ શરૂ કરો તે ધીમે ધીમે સમાપ્ત કરી શકશો.

ધન રાશિ

દૂર દૂરથી કે વિદેશનો કોલ તમારો દિવસ બનાવી શકે છે. આજે તમે વિશેષ અનુભવશો. ટૂંકો ગેટ અવે પ્લાન કામ પૂરું કરી શકે છે. તમારે વર્તમાન રિલેશનશીપમાં અમુક જવાબ આપવા પડી શકે છે.

મકર રાશિ

નવા હેલ્થ રૂટિન શરૂ કરવા માટે આજે સારો દિવસ છે અને આવું કરવા માટે કોઈ પુસ્તક અથવા લેખ પ્રેરણાદાયક હોઈ શકે છે. તમે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોવાનું લાગતું હતું તે ફરી મળી શકે છે.

કુંભ રાશિ

તમે જે કરવાનું વિચારી રહ્યા છો તેને અંતિમ સ્વરૂપ આપવા માટે તમને હવે સંકેત મળી શકે છે. તમારી અંતઃસ્ફુરણા મુજબ ચાલો અને તમારી નકારાત્મક લાગણીઓ પર નજર રાખો. આજે તમને મિશ્ર પરિણામો મળશે. ઘણા વિદ્યાર્થીઓ તેમના સાધનો જોઈને અન્ય વિદ્યાર્થીઓની ગેરહાજરી અનુભવી શકે છે.

મીન રાશિ

કોઈ બહારના વ્યક્તિ તરફથી આવતું સૂચન તમારો ઘણો સમય બચાવશે. તમે હવે આત્મવિશ્વાસ અનુભવશો અને બાકી નિર્ણય લેવા માટે આગળ વધશો. આજે મિત્રો અને પરિવાર માટે અગ્રતા રાખવી પડી શકે છે.તમે તમારા આખા પરિવાર સાથે હસતા જોવા મળશે. ઘણી વાર આપણે આપણા જીવનસાથી સાથે ઘણી વાતો કરી શકતા નથી, તે વિચારીને કે તેમને સાંભળ્યા પછી તેને કેવું લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *