વાસ્તુ શાસ્ત્રમાં ધન ધાન્યમાં વધારો કરવા માટે વાસ્તુ ઉપાય જણાવવામાં આવ્યાં છે. એવી જ રીતે વાસ્તુ શાસ્ત્રએ વ્યક્તિની આદતોને લઇને પણ અમુક નિયમો જણાવ્યાં છે. જે મુજબ જે વ્યક્તિ આ નિયમોનુ પાલન કરતો નથી તો તેણે નાણા ભીડનો સામનો કરવો પડે છે. આ સાથે પ્રગતિ પણ અટકી જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, વ્યક્તિના જીવન પર વાસ્તુની વધારે અસર થાય છે. જો આ નિયમોનુ પાલન ના કર્યુ તો શારીરીક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
દરેક લોકોના ઘરમાં એક પલંગ હોય છે. જો ઘરમાં પલંગને યોગ્ય દિશામાં નામ મુકવામાં આવે તો તેને અશુબ માનવામાં આવે છે. ફેંગશુઈ જણાવે છે કે ઘરમાં પલંગ કઈ રીતે અને કઈ દિશા માં મુકવો જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ક્યારે પણ પલંગ નીચે રાખવી જોઈએ નહીં. ઇલેક્ટ્રોનિક વસ્તુઓને પાલન નીચે રાખવાથી તે આપણે ને શારીરિક ખામીઓ તરફ દોરી જાય છે અને માનસિક તકલીફ ઊભી થાય છે. અનિદ્રાની સમસ્યાઓ પણ ઉભી થાય છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ નવો પલંગ લેતી વખતે અને તેને મુકતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. પલંગને ઘરની યોગ્ય દિશામાં ન રાખવાથી તેને અશુભ પણ માનવામાં આવે છે.
તમારે તમારા પલંગ નીચે લોખંડની બનેલી કોઈ પણ વસ્તુઓ રાખવી જોઇએ નહી. કારણ કે પરિણામી સામગ્રીની ખામી ઘરમાં ભયંકર આર્થિક સમસ્યા લાવે છે. આ ઉપરાંત પલંગ નીચે પ્લાસ્ટિક ની વસ્તુઓ રાખવાથી પણ શારિરીક ખામીઓનું જોખમ વધે છે.
ઘણીવાર લોકો ફાટેલા કાપડાઓનું બંડલ બનાવીને પોતાના પલંગ નીચે રાખતા હોય છે. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આનાથી ઘરમાં રહેલું સુખ અને શાંતિ નાશ પામે છે. તેવી જ રીતે પલંગના માથા પર ક્યારે પણ કોઈ બોક્સ કે અરીસો રાખવો જોઈએ નહીં. પલંગ ની કિનારી એકદમ સાપટ હોવી જોઈએ.