ડભોડિયા હનુમાનને સ્પર્શ કરી આશીર્વાદ મેળવો.બધી મનોકામનાઓ થશે પૂર્ણ.ભક્તોની બધી માનતા અહી પૂરી થાય છે.

Uncategorized

આપણા દેશની અંદર અનેક પ્રાચીન મંદિરો આવેલા છે જે આજે પણ પોતાના ઈતિહાસને કારણે દેશ વિદેશમાં જાણીતા છે. આવુજ એક પ્રાચીન ઈતિહાસ ધરાવતું મંદિર ગાંધીનગર જીલ્લાના ડભોડા ગામની અંદર આવેલું છે. આ મંદિરનો ઈતિહાસ ૧૦૦૦ વર્ષ જુનો છે જ્યાં સાક્ષાત હનુમાનદાદાની સ્વયંભુ પ્રગટ થયેલ મૂર્તિ છે. આ મંદિર જોડે એક ખાસ ઈતિહાસ જોડાયેલો છે જેના થકી વર્ષ દરમિયાન હજારો ભક્તો મંદિરની મુલાકાત લે છે અને હનુમાનદાદાના આશીર્વાદ મેળવે છે.

એવું કહેવામાં આવે છે કે  મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી.

આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી. રાજાએ જાત તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી, અને તે શ્રી ડાભોડીયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ અને ત્યાં માનવ વસવાટ થયો ત્યારે ત્યાં જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.

સમય જતા મંદિરના જિર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું, મંદિરના મહંતશ્રી સ્વ. જુગારદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતરા કે તીડ નહીં પડે તેવા આશીર્વચન આપ્યા હતા અને આજે પણ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. ગાંધીનગર જિલ્લામાં ડભોડા ખાતે આવેલા લગભગ ૧૦૦૦ વર્ષ જૂના ડાભોડીયા હનુમાનજી દાદાના મંદિરમાં કાળીચૌદશના લોકમેળા પ્રસંગે ૩૫૦ ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે.

આ સાથેજ મંદિરની અંદર અનેક ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે. અમદાવાદ અને ગાંધીનગરથી માત્ર ૧૫ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. અહિયાં ભક્તોની રહેવા અને જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. તેમજ મંદિર સુધી પોહ્ચવા માટે બસ અને અન્ય પ્રાઈવેટ સાધનો પણ મળી આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *