નેપાળ દેશમાં ભગવાન વિષ્ણુને સમર્પિત એક ભવ્ય અને અતિપ્રાચીન મંદિર આવેલું છે. ભગવાન વિષ્ણુ નું આ મંદિર ખૂબ વિશાળ પણ છે. નેપાળના કાઠમંડુ શહેરથી લગભગ 10 કિલોમીટર ની દૂર ઉત્તર દિશામાં શિવપુરીની ટેકરીઓ પર ભગવાન વિષ્ણુ નું ભવ્ય મંદિર આવેલું છે. એવુ કહેવાય છે કે 7 મી સદીમાં મહારાજા વિષ્ણુગુપ્ત દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં શેષનાગ પર બિરાજમાન ભગવાન વિષ્ણુ ની ભવ્ય પ્રતિમા આવેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રતિમા તળાવમાં તરતી છે. આ તળાવ ક્ષીર સાગર નું પ્રતિનિધિત્વ કરે છે.
નેપાળ ની સ્થાનિક ભાષામાં ભગવાન વિષ્ણુ ના આ મંદિરને નારાયણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને બુધ નીલકંઠ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. સાતમી સદીમાં નેપાળના કાઠમંડુ માં રાજા સમુદ્રગુપ્ત નું શાસન હતું. તેઓ વૈષ્ણવ સંપ્રદાય માં માનતા હતા.
તેમના દ્વારા ક્ષીર સાગરમાં પડેલી ભગવાન વિષ્ણુ ની પ્રતિમા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન વિષ્ણુ ની એક વિશાળ અને ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી હતી જે શેષનાગ પર બિરાજમાન હોય. મૂર્તિને તળાવની ઉપર મુકવામાં આવી હતી. એવુ કહેવાય છે કે ઘના સમય પછી આ મૂર્તિ લુપ્ત થઈ ગઈ હતી.
લોકવાયકા મુજબ મલ્લ વંશના સમયમાં એક ખેડૂત અને તેની પત્ની બંને ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા ત્યારે તેમનું હળ ભારે વસ્તુ સાથે અથડાયું તો તેમને જોયું ત્યારે આ ભગવાન વિષ્ણુ ની ભવ્ય મૂર્તિ મળી હતી. આ વાતની જાણ બધાને થતા ત્યાં ખોદકામ ચાલુ કર્યું અને ત્યાંથી ભગવાન વિષ્ણુ ની ભવ્ય અને વિશાળ મૂર્તિ ત્યાંથી નીકળી હતી.
ત્યાર બાદ ત્યાંના રાજાએ ત્યાં બુધ નીલકંઠ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ભગવાન વિષ્ણુ ની આ મૂર્તિ બેસાલ્ટ ના કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ની આ મૂર્તિ નેપાળ ની સૌથી મોટી મૂર્તિ છે. આ મૂર્તિની લંબાઈ 5 મીટર છે અને તે 13 મીટર લાંબા તળાવમાં સ્થિત છે.