26 ઓક્ટોબર : જાણો કેવો રહેશે તમારો નવા વર્ષનો દિવસ ?

Uncategorized

મેષ રાશિ

આજે આ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે.ર્નવું રોકાણ કરતાં પહેલા તજજ્ઞનું માર્ગદર્શન લેવું જરૂરી.મિત્રોની મદદથી આજે તમામ સમસ્યાઓનું હલ લાવી શકશો.વ્યર્થની વાતોમાં સમય બરબાદ ન કરો.આવક વધે.પરિવારમાં ખુશીનો માહોલ રહે

વૃષભ રાશિ

આજે યાત્રાનો શુભ યોગ બનશે.લોકો સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખો વિવાદ થઈ શકે છે.પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે.સંતાન તરફથી શુભ સમાચાર મળશે.મહેનતની સાથે આજે ભાગ્યનો સાથ મળશે.આવકમાં મહદઅંશે વધારો જણાશે.

મિથુન રાશિ

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ફળદાયી રહેશે.નોકરીના સ્થાને પ્રસંશા થઈ શકે છે.ધંધામાં મોટું રોકાણ કરતાં પહેલા તજજ્ઞનું માર્ગદર્શન લો.પ્રેમજીવન સારું રહેશે.આરોગ્ય ખૂબ સારું રહેશે.સંપતિમાં વધારો થાય

કર્ક રાશિ

આજે નોકરી અને ધંધામાં તમારું ધ્યાન રાખવું જરૂરી.કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાતના યોગ.પરિવારના સભ્યો સાથેના મતભેદનો અંત આવે.આર્થિક સમસ્યાનું સમાધાન થાય

સિંહ રાશિ

આજનો દિવસ તમારી આવક મર્યાદા વધશે.આજે વિવાદાસ્પદ દિવસ રહે.આજે નોકરીના સ્થાને સહકર્મીઓ સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.આરોગ્ય સારું રહે.યાત્રાના યોગ બને

કન્યા રાશિ

આજનો દિવસ નવા વિચારોથી ભરેલો રહે.બેરોજગારને નોકરીની નવી તક મળે.પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોનો ઉકેલ આવે.વિદેશ યાત્રા સફળ નીવડે.આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું જરૂરી

તુલા રાશિ

આજનો આપનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહે.મન કોઈ ચોક્કસ કારણથી બેચેન રહે.જિવનસાથી કે પ્રેમ તરફથી હુંફ મળે.આવકમાં વધારો કરી શકશો,ધંધામાં નવી ડીલ થઈ શકે

વૃશ્વિક રાશિ

લાંબા સમયથી રોકાયેલ ધન આજે પરત મળે.આજનો દિવસ તમારા માટે એકંદરે સારો રહેશે.દાંપત્ય જીવન સુખમય રહે.નોકરીમાં પગાર વધારો થાય.પરિવારમાં શાંતિ બની રહે.આરોગ્ય સાચવવું

ધન રાશિ

આજનો દિવસ મહેનતનુ ફળ મળશે.કોઈ ઉતવાળો નિર્ણય ન લેવો.પ્રેમજીવનમાં ભંગાણ ન પડે તેનું ધ્યાન રાખવું.આવકમાં મધ્યમ રહે.આરોગ્ય ઉત્તમ રહે

મકર રાશિ

આજે આ રાશિના જાતકો આસમાનની ઊંચાઈએ પ્રગતિ કરશે.મહેનત સાથે નસીબનો સાથ પણ મળે.કાર્યસ્થાને તમને પ્રસંશા મળે.નોકરીમાં પ્રમોશન મળી શકે છે.આજે કઈક નવું વિચારી શકો છો.

કુંભ રાશિ

આજે આપનો દિવસ શુભ જણાય.આર્થિક બાબતોમાં ખર્ચ ઓછો કરવો.આજે મનની શાંતિનો અનુભવ થાય.વડીલોનો આદર કરવો.આરોગ્ય સારું રહે

મીન રાશિ

આજે કોઈ તમને છેતરી ન જાય તેનું ધ્યાન રાખવું.નાણાકીય બાબતોમાં આજનો દિવસ શુભ રહે.પરિવારમાં વાકીય વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.પ્રવાસ સફળ રહે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *