ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગોપેશ્વર નામનું પ્રાચીન મંદિર સ્થિત છે. તેને ગોસ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે અહીં મહાદેવ દેવી પાર્વતી સાથે વાસ કરે છે. બદ્રીનાથના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલના જણાવ્યા પ્રમાણે સ્કંદપુરાણના કેદારખંડમાં આ તીર્થ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. સ્કંદ પુરાણ, કેદારખંડ, અધ્યાય 55માં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે
આ ગોસ્થળ નામનું દર્શનીય સ્થળ છે, જ્યાં હું તમારી સાથે નિત્ય નિવાસ કરીશ, અહીં મારું નામ પશ્વીશ્વર છે. આ સ્થાનમાં ભક્તોની ભક્તિમાં વધારો થતો જાય છે. અહીં આપણાં નિશાન સ્વરૂપે જે ત્રિશૂળ છે. મંદિરમાં ઘડવામાં આવેલા આ ત્રિશૂળ ને જોઈને ભક્તો આશ્ચર્યચકિત થઇ જાય છે.
આ મંદિરમાં અદ્ભૂત ગુંબજ અને 24 દરવાજા આવેલા છે. ભક્તો આ પવિત્ર સ્થળના દર્શન કરવાથી જ ધન્યતા અનુભવે છે. કેદારનાથ મંદિર પછી ગોપીનાથ મંદિર સૌથી જૂનું માનવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં આઠ અલગ અલગ ધાતુઓથી બનેલું લગભગ 5 મીટર ઊંચું ત્રિશૂળ છે. 13 મી સદીમાં શાશન કરનાર નેપાળના રાજા અંકમલ્લ એ લખેલા શિલાલેખો નો ગર્વ કરાવે છે.
જો કોઈ વ્યક્તિ તાકાત સાથે આ ત્રિશૂળને હલાવવાની કોશિશ કરશે તો તેમાં જરાય કંપન થશે નહીં, પરંતુ ભક્તિ સાથે હાથની સૌથી નાની આંગળીથી આ ત્રિશૂળનો સ્પર્શ કરવામાં આવશે તો તેમાં કંપન થતું જોવા મળશે.
પૌરાણિક કથાઓ અનુસાર મંદિરમાં એક જગ્યાએ ભગવાન શંકર નું ત્રિશૂળ હતું. ભગવાન શંકરે આ સ્થાન પર વર્ષો સુધી તપસ્યા કરી હતી. જે લોકો ભગવાન શંકર માં માને છે તે લોકો અહીંયા તેમના ત્રિશૂળ ની પૂજા કરવા માટે જરૂર આવે છે. એવું કહેવાય છે
કે અહીંયા આવેલ ભક્ત ક્યારેપ ન ખાલી હાથે નથી ગયો. અહીંના સ્થાનિક લોકો ભગવાન શંકર ના ત્રિશૂળને ટાંગી કહે છે. તેથી આ મંદિરને ટાંગીનાથ ધામ મંદિર તરીકે પણ ઓળખાય છે. મહાશિવરાત્રી ના દિવસે ઓડિસ્સા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ થી ભક્તો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.