Categories
ધાર્મિક

શંખ જીવન બદલી શકે છે.વિશ્વાસ ન હોય તો શંખને સ્પર્શ કરીને ૐ લખી શેર કરી દો.માત્ર 36 કલાકમાં તમારા તમામ કામ થઈ જશે

હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર, પૂજનીય મંગળ પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તે રહે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે, કારણ કે પુરાણોમાં તેને દેવી લક્ષ્મીના ભાઈ તરીકે વર્ણવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન વખતે શંખની ઉત્પત્તિ દેવી લક્ષ્મી સાથે થઈ હતી. આ જ કારણ છે કે આ પવિત્ર શંખ શુભ, સફળતા અને સમૃદ્ધિ માટે મંદિરો સહિત તમામ પૂજા સ્થાનો પર વગાડવામાં આવે છે. શંખ ફૂંકવાથી જીવન સંબંધિત તમામ દોષો દૂર થાય છે.

શંખ વગાડવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે. આથી કોઈ પણ ધાર્મિક પ્રસંગ સમયે શંખનાદ કરવામાં આવે છે જેથી કરીને આસપાસનું વાતાવરણ પવિત્ર બને છે. આ સાથેજ શંખ વગાડવાથી શરીરમાં પણ અનેક ફાયદાઓ થાય છે. જેમકે શંખનાદ કરવાથી ચહેરા, શ્વસનતંત્ર અને ફેફસાનો વ્યાયામ થાય છે. આ સાથેજ શંખ વગાડવાથી સ્મરણશક્તિ પણ મજબુત બને છે.

શંખના મુખ્ય બે પ્રકાર છે વામાવર્તી અને દક્ષિણાવર્તી. પૂજામાં વપરાતો વામાવર્તી શંખ ડાબી બાજુના શંખ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ શંખનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે, જેને વગાડવાથી ઘર સંબંધિત તમામ દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ રહે છે. દક્ષિણાવર્તી શંખનું વર્તુળ જમણી બાજુ હોય છે. આ પ્રકારનો શંખ મળવો ખૂબ મુશ્કેલ છે. આ શંખના દર્શન અને પૂજા બંને ખૂબ જ ફળદાયી છે. તેને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ રહે છે ત્યાં ક્યારેય નાણા અને અનાજની અછત નથી રહેતી.

શંખ વગાડવાના ફાયદાઓ:

૧: શંખ વગાડવાથી શ્વાસ લેવાની ક્ષમતા સુધરે છે અને ફેફસાં મજબૂત થાય છે. આ સાથેજ અસ્થમા જેવી બીમારી શંખનાદ કરવાથી દુર થાય છે.

૨: શંખ વગાડવાથી વાણી અને માનસિક તણાવ સંબંધિત બિમારીઓ દૂર થાય છે.  આ સાથેજ પેટને લગતી સમસ્યાઓ જેમ કે ગેસ અને અપચાની સમસ્યા દુર થાય છે.

૩: શંખ વગાડવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ અને અવરોધો દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. તેમજ ઘરમાં શાંતિ અને પવિત્રતા જળવાઈ રહે છે.

૪: એવી માન્યતા છે કે શંખ વગાડી પૂજા કરવાથી જીવન સંબંધિત તમામ પાપો દૂર થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સ્નાન કર્યા પછી જો આપ શંખ ને આપની સ્કીન પર હળવું હળવું રફ કરશો તો આપની સ્કીન ગ્લો કરવા લાગશે.

૫: જે ઘરમાં દરરોજ શંખ વગાડવામાં આવે છે, તે ઘર સંબંધિત તમામ પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે અને ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. જે ઘરમાં શંખની પૂજા કરવામાં આવે છે, ત્યાં હંમેશા ધનની દેવી લક્ષ્મીનો વાસ રહે છે, જેથી ત્યાં રહેતા લોકોને ક્યારેય પૈસાની કમી ન થાય.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *