Categories
ધાર્મિક

42000 હજાર લઈને યુવાન પહોંચ્યો મણીધર બાપુ પાસે, મણીધર બાપુએ જે શબ્દો કહ્યા તે દરેક ભક્તોએ જાણવા છે જરૂરી….

દુનિયા ભરમાં સૌ કોઈ માં મોગલ ધામ કબૂરાઉ ને જાણે  છે અને તેમના પરચા તો ચારે તરફ ફેલાયેલા છે. કચ્છના કબૂરાઉ માં આવેલ માં મોગલ ના ધામને પણ સૌ લોકો જાણે જ છે. કબૂરાઉ ધામમાં આવેલ માં મોગલ સાથે રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. અહીંયા હજારો અને લાખો ની સંખ્યામાં ભક્તો પોતાની આસ્થા અને શ્રધ્ધા રાખીને માં મોગલની માનતા રાખે છે. કચ્છ જિલ્લાના કબૂરાઉમા માં મોગલનું ભવ્ય ધામ આવેલું છે. ત્યાં માં મોગલ સાથે તેમના પરમ ભક્ત મણિધર બાપૂ પણ વર્ષોથી ત્યાં જ બિરાજમાન છે.

માં મોગલના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો દોડતા માં મોગલને ચરણે આવે છે. માં મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે.

આજે અમે તમને એક યુવાન વિશે જણાવીએ  છીએ જેને મોગલ માતાનો સાક્ષાતકાર થયો અને તે અમેરિકાથી ભારત આવ્યો અને તુરંત જ મોગલ માના દર્શન કરવા પહોંચી ગયો હતો. આ યુવકે પોતાના દીકરા માટે માતા મોગલની માનતા રાખી હતી. પોતે માણેલી માનતા પુરી થશે

ત્યારે માં મોગલના ધામ આવશે. માનતા પુરી થતા તે યુવક મોગલ ધામ આવ્યો અને માં મોગલના દર્શન કરીને આશીર્વાદ લીધા. તેની પાસે 42 હજાર રૂપિયા રાખ્યા હતા. તે સૌથી પહેલા મોગલમાના દર્શન કરવા ગયો અને પછી મણીધર બાપુને મળ્યો. મણીધર બાપુએ તેને પૂછ્યું હતું કે તેણે શેના માટે માનતા રાખી હતી.

અમેરિકા થી આવેલા યુવકે કહ્યું કે તેણે પોતાના દીકરાનું કામ સારી રીતે થાય તે માટે માનતા રાખી હતી અને માનતા પૂરી થતાં તે તુરંત જ દર્શન કરવા આવ્યો છે. સાથે જ તેને પૈસા પણ મણીધર બાપુને આપ્યા. પરંતુ મણીધર બાપુએ બધા જ રૂપિયા પરત કરી દીધા અને કહી દેજો કે આ રૂપિયા તેના ઘરની દીકરીને આપી દેવામાં આવે તેનું જે કામ સરળતાથી થયું છે તે માતા મોગલ પર રાખેલી શ્રદ્ધાના કારણે છે તેના માટે મંદિરમાં ધન દોલત આપવાની જરૂર નથી. માતા મોગલ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *