Categories
ધાર્મિક

દિવાળીના 15 દિવસ પહેલા આ ખાસ રીતે કરી લો માં લક્ષ્મીની પૂજા, પૈસા જ પૈસા થઇ જશે

આ વખતે દિવાળી નો પાવન અવસર 24 ઓક્ટોબર ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે માં લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. પ્રકાશ પર્વ દીવાળીનુ હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. જેની લોકો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યાં છે. પરંતુ શું તમને ખબર છે કે દિવાળીના 15 દિવસ પહેલા પણ માં લક્ષ્મીનો દિવસ હોય છે. આ દિવસે પણ તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસને શરદ પૂર્ણિમા અથવા કોજાગરી કહેવામાં આવે છે. આ વર્ષે શરદ પૂનમ 9 ઓક્ટોબરે આવે છે.

શરદ પૂનમના દિવસે આખી રાત જાગરણ કરીને માં લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરનારા લોકોને માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે માં લક્ષ્મીના પ્રવેશ માટે લોકો ઘરના દરવાજા પરથી પૂજા સ્થળ સુધી તેના પગલા બનાવે છે. આ દિવસે ખીર બનાવવાની પણ પરંપરા છે અને ભક્તોમાં ખીરની વહેચણી પણ કરવામાં આવે છે.

ચાંદીના સિક્કાનો સીધો સંબંધ માતા લક્ષ્મી અને ચંદ્ર સાથે છે. દિવાળીના દિવસે ચાંદીનો સિક્કો ઘરમાં લાવવો શુભ માનવામાં આવે છે. તમારે ખરાબ આર્થિક પરિસ્થિતિ માંથી બહાર નીકળવું હોઈ તો ચાંદીના સિક્કાને તમારા ઘરના પૂજા સ્થાન પર મૂકો. તેનાથી તમને ધન લાભ થશે. જો તમે દિવાળી ના દિવસે માતા સરસ્વતીના તસ્વીર સાથે ચાંદીનો સિકકક લાવો છો તો તમારી બુદ્ધિનો વિકાસ થાય છે અને અજ્ઞાનતા દૂર થાય

આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને શરદ પૂનમ કહે છે. શરદ પૂનમના દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આખી રાત જાગીને તેમના ભજન કીર્તન કરવામાં આવે છે. માન્યતા છે કે આ રાત્રે દેવરાજ ઈન્દ્ર જાતે ધરતી પર આવે છે અને જોવે છે કે કોણ જાગરણ કરી રહ્યું છે.

માં લક્ષ્મીને રાત્રે વિશેષ ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે રાત્રે ચંદ્રની રોશનીમાં ખીર રાખવાથી તેમાં અમૃતના ટીપા પડે છે. તેથી મોટાભાગના લોકો રાત્રે ગાયના દૂધમાંથી બનાવેલી ખીર ચંદ્રની રોશનીમાં રાખે છે. પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *