હિન્દૂ ધર્મમાં નારિયેળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ નારિયેળનું એક અલગ જ મહત્વ છે. નારિયેળ વગર કોઈ પણ પૂજા અધૂરી રહે છે. તમે જોયું જ હશે કે દરેક પૂજા કે હવન હોય તેમા નારિયેળ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. હિન્દૂ ધર્મ શાસ્ત્રોમાં નારિયેળનું વર્ણન કરવામાં આવ્યું છે . શાસ્ત્રો મુજબ જ્યારે ભગવાન વિષ્ણુ સાક્ષાત ધરતી પધાર્યા હતા ત્યારે પોતાની સાથે તેઓ નારિયેળ લઈને આવ્યા હતા. કહેવામાં આવે છે કે તમે જ્યારે સાચા મનથી કોઈપણ દેવી દેવતાને નારિયેળ ચડાવો છો તો તે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે.
એવું કહેવામાં આવે છે કે નારિયેળ માં ભગવાનનો વાસ રહેલો હોય છે અને તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવનો વાસ રહેલો હોય છે. આથી જ નારિયેળ ને પવિત્ર માનવામાં આવે છે. હિન્દૂ ધર્મ શાસ્ત્રોમાં નારિયેળ ના વૃક્ષને પવિત્ર વૃક્ષ ગણવામા આવે છે.
જ્યારે ભગવાન વિષ્ણુ ધરતી પર આવ્યા હતા ત્યારે તે પોતાની સાથે 3 વસ્તુઓ લઈને આવ્યા હતા. જેમાંથી એક નારિયેળ નું વૃક્ષ, બીજું માં લક્ષ્મી અને ત્રીજું કામધેનુ હતા. આજ કારણ થી નારિયેળના ઝાડને ભગવાન વિષ્ણુ થી જોડાયેલું માનવામાં આવે છે. હિન્દૂ શાસ્ત્રો મુજબ નારિયેળ ને શ્રીફળ પણ કહેવાય છે જેમાં શ્રી નો અર્થ માં લક્ષ્મી થાય છે.
તમે જોયું જ હશે કે આપણા ઘરે જ્યારે પણ પૂજા કે કોઈ હવન હોય ત્યારે નારિયેળ અવશ્ય લાવવામાં આવે છે. નારિયેળ ભગવાન શંકર નું ખૂબ જ પ્રિય ફળ છે, તેથી તેમની પૂજા અર્ચના કરતી વખતે તેમને નારિયેળ વધેરવામાં આવે છે. એવી માન્યતા છે કે નારિયેળ વગર નવરાત્રી ની પૂજા અધૂરી હોય છે તેથી જ નવરાત્રી પૂજા શરૂ કરતાં પહેલાં કળશમાં નારિયેળ ની સ્થાપના કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમને સવાર સવારમાં ક્યાંય નારિયેળ ના દર્શન થઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માં લક્ષ્મી તમને સંકેત આપે છે કે હવે તમારા ઘરમાં શુભ સમાચાર આવશે.