આપ સૌ જનો જ છો કે ભારત એક પ્રાચીન દેશ છે તેથી જ ભારતીયો પોતાની સંસ્કૃતિ ઘણા દાયકાઓથી અનુસરે છે. તેમ જ વાસ્તુશાસ્ત્ર માં પણ બહું જ માને છે. વાસ્તુ એક વિજ્ઞાન છે જેને ભારત દેશ માં સદીઓથી માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર તમારા જીવનના ભૌતિક અને ફિલોસોફીકલ બંને પાસાઓને ધ્યાનમાં લઈ છે. વાસ્તુ શાસ્ત્રમાં અનેક એવા ઉપાયો બતાવવામાં આવે છે જેને કરવાથી આપણા જીવનમાં રહેલી દરેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે. આર્થિક રીતે પણ સધ્ધર થવાય છે. સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધે છે.
વાસ્તુ શાસ્ત્ર માં તાળા અંગે કેટલાક નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. જે લોકો વાસ્તુ શાસ્ત્ર માં આપેલા તાળા ના આ નિયમોનું પાલન કરતા નથી તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
પૂર્વ દિશાને સૂર્ય દેવ નું સ્થાન માનવામાં આવે છે. જો તમારા ઘરનો દરવાજો પણ પૂર્વ દિશામાં છે તો ત્યાં તાંબાનું તાળું લગાવવાનો પ્રયાસ કરો. જો તમે ઘરની આ દિશામાં તાંબાનું તાળું લગાવો છો તો ઘરની સુરક્ષા વધી જાય છે અને ચોરી થવાની સંભાવના ઘટી જાય છે.
વાસ્તુ શાસ્ત્ર નું આપના જીવન પર ઘણું અસર પડે છે. સૂર્યદેવ નું સ્થાન પૂર્વ દિશા તરફ માનવામાં આવે છે. સૂર્યના સ્થાનના કારણે કોઈ પણ સમયે પૂર્વ દિશામાં સ્થિત ઘરના દરવાજા પર તાંબાના તાળા લગાવવા જોઈએ. ઘરમાં આ દિશા પર તાંબાનું તાળું લગાવવાથી ઘરની સુરક્ષા વધે છે. ઘર માં ચોરીનો ભય પણ ઓછો થઈ જાય છે.
એવુ માનવામાં આવે છે કે શનિ ની સ્થિતિ ને કારણે લોખંડ ના ભારે તાળા હંમેશા પશ્ચિમ દિશામાં લગાવવા જોઈએ. પશ્ચિમ દિશામાં લગાવેલા આ તાળા નો રંગ કાળો હોવો જોઈએ. એવી માન્યતા છે કે કાળું તાળું લગાવવાથી ઘરમાં ચોરીનો ભય રહેતો નથી. ભૂલથી પણ પશ્ચિમ દિશામાં તાંબાના તાળા ના લગાવવા જોઈએ.